Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Himachal Pradesh Result: લોકોએ પકડ્યો કૉંગ્રેસનો હાથ, જયરામ ઠાકુરે આપ્યું રાજીનામું

Himachal Pradesh Result: લોકોએ પકડ્યો કૉંગ્રેસનો હાથ, જયરામ ઠાકુરે આપ્યું રાજીનામું

08 December, 2022 05:30 PM IST | Dharamshala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસે જોરદાર લીડ જાળવી રાખી

પ્રતીકાત્મક તસવીર. જય રામ ઠાકુરનું ફેસબુક એકાઉન્ટ

પ્રતીકાત્મક તસવીર. જય રામ ઠાકુરનું ફેસબુક એકાઉન્ટ


હિમાચલ પ્રદેશ (Himachal Pradesh Result)માં શરૂઆતના વલણોમાં ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) વચ્ચે સીટો પર જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. કૉંગ્રેસે જોરદાર લીડ જાળવી રાખી છે. ટ્રેન્ડમાં ભાજપને 25 અને કૉંગ્રેસને 40 બેઠકો મળી રહી છે. અન્યને 3 બેઠકો મળી શકે છે. અત્યાર સુધીના પરિણામોમાં ભાજપને 13 બેઠકો મળી છે. તે જ સમયે, કૉંગ્રેસે અત્યાર સુધીમાં 17 બેઠકો કબજે કરી છે, જ્યારે અપક્ષોએ ત્રણ બેઠકો કબજે કરી છે.

મેં મારું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું છે: જયરામ



હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે (Jairam Thakur) કહ્યું કે “મેં રાજ્યપાલને મારું રાજીનામું સોંપ્યું છે. લોકોના વિકાસ માટે કામ કરવાનું ક્યારેય બંધ નહીં કરીએ. આપણે વસ્તુઓનું વિશ્લેષણ કરવાની જરૂર છે. એવા કેટલાક મુદ્દા હતા, જેને કારણે પરિણામોની દિશા બદલાઈ ગઈ છે. જો તેઓ મને બોલાવશે તો હું દિલ્હી જઈશ.”


મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ: પ્રતિભા સિંહ

હિમાચલ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે (Pratibha Singh) હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામો પર કહ્યું કે “મારા માટે આ ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. કારણ કે હું જોઈ શકું છું કે સ્વર્ગસ્થ વીરભદ્ર સિંહને જે પ્રકારનું સમર્થન મળ્યું હતું. તેવું જ મને મળ્યું છે.”


આ પણ વાંચો: શું આમ આદમી પાર્ટી બની શકે છે રાષ્ટ્રીય પાર્ટી? જાણો શું છે નિયમ

આ જીત તમારા બધાની છે, આભાર હિમાચલ પ્રદેશઃ કૉંગ્રેસ

હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં જીતને લઈને કૉંગ્રેસે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પ્રતિક્રિયા શૅર કરી છે, જેમાં લખ્યું છે કે ‘આ જીત તમારા બધાની છે, આભાર હિમાચલ પ્રદેશ’.

Whatsapp-channel Whatsapp-channel

08 December, 2022 05:30 PM IST | Dharamshala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK