Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જયપુર: સાંપ્રદાયિક અથડામણમાં ફેરવાઈ બાઈક ટક્કરની ઘટના, યુવકની મોત બાદ જે થયું...

જયપુર: સાંપ્રદાયિક અથડામણમાં ફેરવાઈ બાઈક ટક્કરની ઘટના, યુવકની મોત બાદ જે થયું...

30 September, 2023 01:15 PM IST | Jaipur
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Communal Tension over Death: રાજસ્થાનની રાજધાની જયપુરમાં બાઈકની અથડામણની એક ઘટનાએ સાંપ્રદાયિક ટક્કરનું સ્વરૂપ લઈ લીધું. અથડામણ બાદ ભીડે યુવકની હત્યા કરી દીધી જેના પછી વિસ્તારમાં તાણ ફેલાયો.

પોલીસની તૈનાતીની પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

પોલીસની તૈનાતીની પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે


Communal Tension over Death: રાજસ્થાનની રાજધાની જયપુરમાં બાઈકની અથડામણની એક ઘટનાએ સાંપ્રદાયિક ટક્કરનું સ્વરૂપ લઈ લીધું. અથડામણ બાદ ભીડે યુવકની હત્યા કરી દીધી જેના પછી વિસ્તારમાં તાણ ફેલાયો. ટેન્શન જોતા મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને વરિષ્ઠ ઑફિસર સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે.


રાજસ્થાનની રાજધાની જયપુરમાં રોડરેઝમાં થયેલી હત્યાએ સાંપ્રદાયિક રંગ લઈ લીધો છે જેના પછી વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. સામાન્ય અથડામણ બાદ શરૂ થયેલા આ વિવાદમાં એક બાઈક રાઈડરની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના શુક્રવારે જયપુરના સુભાષ ચોક થાણાં ક્ષેત્રમાં થઈ હતી.Communal Tension over Death: બાઈકની સામાન્ય અથડામણ બાદ મારપીટ કરતા યુવકે તેને રોકવા આવેલા લોકો સામે ગાળા-ગાળ શરૂ કરી દીધી. ત્યાર બાદ લોકોએ ઝગડો કરતા યુવક ઇકબાલ પર હુમલો કરીને તેને લોહીલોહાણ કરી દીધો. ત્યાર બાદ તેને સવાઈ માનસિંહ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યો જ્યાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો.


હવે યુવકની મોત બાદ વિસ્તારમાં ફેલાયેલા તાણને લઈને સુભાષ ચોક પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ઈકબાલની મોત બાદ તાણ વધી ગયું છે. ઇકબાલનો પરિવાર ઈચ્છે છે આરોપી ટૂંક સમયમાં જ પકડાઈ જાય.

કેવી રીતે શરૂ થયો હતો વિવાદ
તો આ ઘટના અંગે સુભાષ ચોક થાણાના પ્રભારી સુરેશ સિંહ ખટીકે જણાવ્યં કે જયપુરના રામગંજ નિવાસી અબ્દુલ મજીજના દીકરા ઇકબાલ (18)ની બાઇકની અથડામણની મોત થઈ ગઈ. રાતે લગભગ 10.45 વાગ્યે ઇકબાલ બાઈક પર જય સિંહ પુરા ખોરથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન ગંગાપોલ સ્થિત બજારમાં રાહુલની બાઈકની ઇકબાલની બાઈક સાથે અથડામણ થઈ ગઈ. બાઇક અથડાવાને લઈને બન્ને યુવકો વચ્ચે દલીલો વધી ગઈ.


પોલીસ પ્રમાણે બાઈક રાઈડર બન્ને યુવક ગાળા-ગાળ કરતા પોતાના લોકોને બોલાવવા માંડ્યા. ત્યાં ઊભેલા વૃદ્ધ બન્નેને ગાળો ભાંડવાની ના પાડી હતી. આ વાતને લઈને ઇકબાલની ત્યાં ઊભેલા લોકો સાથે દલીલ થઈ. ઘટના સ્થળે ઊભેલા લોકોને ગાળગાળ કરવાને લઈને ઇકબાલની મારપીટ થઈ. લોકોએ ઇકબાલને લાકડી-ડંડા લઈને પીટવાનું શરૂ કરી દીધું. તેના પગ અને માથા પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો અને તેને લોહલોહાણ કરી દેવામાં આવ્યો.

Communal Tension over Death: રિપૉર્ટ પ્રમાણે મારપીટની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઇકબાલને ગંભીર સ્થિતિમાં એસએમએસ હૉસ્પિટલના ટ્રૉમામાં દાખલ કરાવવામાં આવ્યો. અહીં સારવાર દરમિયાન ઇકબાલની મોત થઈ. મારપીટમાં ઇકબાલની મોતની માહિતી મળતા જ તેના પક્ષના લોકો એકઠાં થવા લાગ્યા. માહોલ બગડતો જોઈ વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું. પોલીસે એફએસએલ ટીમને બોલાવીને ઘટનાસ્થળેથી પુરાવા ભેગા કર્યા છે.

ઇકબાલના પરિવારને નોકરી અને વળતર
પોલીસે તરત કાર્યવાહી કરતા મોડી રાતે દરોડા પાડ્યા. પોલીસે ઇકબાલની હત્યામાં સામેલ 2-3 શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે. શંકાસ્પદોને અટકમાં લઈને પૂછપરછ કરવાની સાથે આમાં સામેલ લોકો વિશે માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

તો જયપુર પ્રશાસને ઇકબાલના પરિવારને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને એક ડેરી બૂથ આપવાની જાહેરાત કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2023 01:15 PM IST | Jaipur | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK