Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર ભારતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ, દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં મધ્યમ વરસાદ પડવાની અલર્ટ

ઉત્તર ભારતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ, દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં મધ્યમ વરસાદ પડવાની અલર્ટ

Published : 23 February, 2026 10:44 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશભરમાં મોસમે કરવટ બદલી: ઉત્તર ભારતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ, દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળમાં મધ્યમ વરસાદ પડવાની અલર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત આખામાં મોસમ હવે બદલાઈ રહી છે. એક તરફ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની અલર્ટ જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ ઉત્તર ભારતના અનેક હિસ્સામાં ગરમીની અસર દેખાવા લાગી હતી. ગઈ કાલે તામિલનાડુ અને દક્ષિણ કેરલામાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. 

ભારતીય મોસમ વિભાગ અનુસાર દક્ષિણ–પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણને કારણે પશ્ચિમ બંગાળમાં જલપાઈગુડી, દાર્જીલિંગ અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદ થવાની સંભાવના છે. 



ઉત્તર ભારતમાં ગરમીની અસર વધી રહી છે અને આજે અને આવતી કાલે દિવસનું તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે. સવારના સમયે હલકા ધુમ્મસની સાથે આકાશ સાફ રહેશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉત્તર ભારતમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અનેક હિસ્સાઓમાં તાપમાન ૩૦  ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં ગરમીની અસર વર્તાવા લાગશે. 


Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:44 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK