Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતિન ગડકરીએ મેટા, X તથા અન્ય પ્લૅટફૉર્મ્સ વિરુદ્ધ કરેલી અરજીની સુનાવણી પાંચમી ઑગસ્ટ પર મુલતવી

નીતિન ગડકરીએ મેટા, X તથા અન્ય પ્લૅટફૉર્મ્સ વિરુદ્ધ કરેલી અરજીની સુનાવણી પાંચમી ઑગસ્ટ પર મુલતવી

Published : 29 July, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૂગલ વતી હાજર રહેલા વકીલે કોર્ટને જાણ કરી કે તેમને હજી સુધી દાવાના કાગળો આપવામાં આવ્યા નથી

નીતિન ગડકરી

નીતિન ગડકરી


એથનૉલ-મિિશ્રત E20 ફ્યુઅલ માટેની E20 પૉલિસીને કારણે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની સોશ્યલ મીડિયામાં થતી ટીકાઓ અને તેમની વિરુદ્ધ થઈ રહેલા ડીપફેક વિડિયો દ્વારા પ્રચાર વિરુદ્ધ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી છે એની આગામી સુનાવણી પાંચમી ઑગસ્ટે હાથ ધરવામાં આવશે. અરજીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવાયેલી પોસ્ટ અને એથનૉલ પૉલિસીથી તેમના પરિવારને ફાયદો થતો હોવા બાબતે કરવામાં આવેલા દાવાઓ તથા ડીપફેક વિડિયો ફરતા હોવાને કારણે નીતિન ગડકરીએ હાઈ કોર્ટમાં ધા નાખી હતી અને ગૂગલ તથા મેટાનાં પ્લૅટફૉર્મ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. અરજીમાં નીતિન ગડકરીએ તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એવી બધી જ પોસ્ટ હટાવવામાં આવે એવી માગણી કરી હતી.  

ગઈ કાલે ન્યાયાધીશ આરિફ ડૉક્ટરે નીતિન ગડકરીના વકીલને મેટા પ્લૅટફૉર્મ્સ, એક્સ કૉર્પ, ગૂગલ LLC અને અજાણ્યા લોકો સહિત તમામ પ્રતિવાદીઓને દાવાની નકલો આપવાનો નિર્દેશ આપ્યો હતો. ગૂગલ વતી હાજર રહેલા વકીલે કોર્ટને જાણ કરી કે તેમને હજી સુધી દાવાના કાગળો આપવામાં આવ્યા નથી. ત્યાર બાદ આ કેસ મુલતવી રાખવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK