મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજ માટે વિમાનોની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિવિધ ઍરલાઇન્સને આ ટિકિટોના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મહાકુંભમાં જવા માટે પ્રયાગરાજ માટે વિમાનોની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે વિવિધ ઍરલાઇન્સને આ ટિકિટોના દરમાં ૫૦ ટકાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંદર્ભમાં સિવિલ એવિયેશન મિનિસ્ટર કે. રામ મોહન નાયડુએ કહ્યું હતું કે નવા દરો પહેલી ફેબ્રુઆરીથી અમલી બની ગયા છે.
સરકારે વિવિધ ઍરલાઇન્સ સાથે આ મુદ્દે ત્રણ બેઠકો યોજી હતી અને વિમાનની ટિકિટના દરમાં ઘટાડો કરવા તાકીદ કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભના પગલે ટિકિટના દરમાં આડેધડ વધારો કરી દેવામાં આવ્યો હતો. દિલ્હી-પ્રયાગરાજ ટિકિટના ભાવમાં ૨૧ ગણો ઉછાળો જોવા મળ્યો હતો. સરકારે મહાકુંભના પગલે વધારાની ૮૧ ફ્લાઇટ્સની મંજૂરી આપી હતી. હવે આ શહેર માટે ૧૩૨ ફ્લાઇટ્સ ઑપરેટ થાય છે.
