G20 Summit 2023: કડક સુરક્ષા વચ્ચે દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં શુક્રવારે બર્થ-ડે નિમિતે ડ્રોન ઉડવાનો મામલો સામે આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
G20 સમિટ (G20 Summit 2023) માટે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા કરવામાં આવી છે. આ સુરક્ષા વચ્ચે દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં શુક્રવારે ડ્રોન ઉડવાનો મામલો સામે આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે એફઆઈઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી અનુસાર પટેલ નગર વિસ્તારમાં જન્મદિવસની પાર્ટી ઉજવવામાં આવી રહી હતી. અને આ ઘટનાના વીડિયોને કવર કરવા માટે ફોટોગ્રાફરો દ્વારા ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. પોલીસે IPC 188 હેઠળ જાહેર સેવકો દ્વારા યોગ્ય રીતે પ્રસારિત કરાયેલા આદેશોના અનાદર બદલ કેસ નોંધ્યો છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે દિલ્હી પોલીસ (Delhi Police) હાઈ એલર્ટ પર છે. અને નાગરિકો દ્વારા કાયદાની કોઈપણ પ્રકારની અવહેલના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે. આજથી G20 સમિટ (G20 Summit 2023) શરૂ થઈ ગઈ છે. ત્યારે આ અગાઉ દિલ્હી પોલીસે નો-ફ્લાય ઝોનની જાહેરાત કરી હતી. દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. અને ઘણા ટ્રાફિક પ્રતિબંધો પણ લાદ્યા હતા. આ સાથે જ દિલ્હી પોલીસે એમ પણ કહ્યું હતું કે દિલ્હીના લોકોએ G20 સમિટ (G20 Summit 2023)ના અંત સુધી આપવામાં આવેલા નિયમોનું પાલન કરવાની જરૂર છે.
નવી દિલ્હીમાં વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ કે આ વિસ્તારને શુક્રવારે સવારે 5 વાગ્યાથી રવિવારે રાત્રે 11.59 વાગ્યા સુધી નિયંત્રિત ઝોન-1 તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે.
કોઈપણ ખતરાનો સામનો કરવા માટે ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોને યુએવી અથવા ડ્રોન સહિત દિલ્હીના આકાશમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા માટે સ્ટેન્ડબાય મોડ પર મૂકવામાં આવ્યા છે. મંગળવારે (29 ઓગસ્ટ) દિલ્હી પોલીસે નો-ફ્લાય ઝોન અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ચોક્કસ ઉડતી વસ્તુઓ પર પ્રતિબંધની જાહેરાત કરતી નોટિસ જારી કરી હતી.
ભારતના નવી દિલ્હીમાં આજે (9 સપ્ટેમ્બર) અને આવતીકાલે (10 સપ્ટેમ્બર) પ્રગતિ મેદાન ખાતેના અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટરમાં G20 સમિટ (G20 Summit 2023)નું આયોજન કરવામાં આવ્યું છે. યુએસ પ્રમુખ જો બાઈડન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા એ મુખ્ય નેતાઓમાં સામેલ છે જેઓ G20 સમિટ (G20 Summit 2023)માં હાજરી આપવા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં આવ્યા છે.
દિલ્હી પોલીસના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ 15 દિવસ માટે અથવા 12 સપ્ટેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે. ભારતીય દંડ સંહિતાની કલમ 188 આદેશનું ઉલ્લંઘન કરનારાઓને સજા કરવા માટે લાગુ કરવામાં આવશે. ઉપરાંત પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હેંગ ગ્લાઈડર્સ, UAVS, UASS, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, હોટ એર બલૂન્સ, નાના કદના પાવર્ડ એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર્સ અથવા એરક્રાફ્ટમાંથી પેરાશૂટ વગેરે પણ સખત પ્રતિબંધ છે.


