વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મૉરિશ્યસના પીએમ પ્રવિંદ જુગનાથ તેમ જ બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
નવી દિલ્હીમાં ગઈ કાલે G20 સમિટ પહેલાં મૉરિશ્યસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથને આવકારતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ. પીએમ શેખ હસીના સાથે મુલાકાત દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી.
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મૉરિશ્યસના પીએમ પ્રવિંદ જુગનાથ તેમ જ બંગલાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આજે અને આવતી કાલે આયોજિત G20 સમિટને અટેન્ડ કરવા આ બન્ને ફૉરેન લીડર્સ નવી દિલ્હી ઍરપોર્ટ પર આવ્યાં ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ આ પહેલાં જણાવ્યું હતું કે આ સમિટ માટે વર્લ્ડ લીડર્સ દિલ્હીમાં ભેગા થશે ત્યારે તેમની સાથે ૧૫ દ્વિપક્ષીય મીટિંગમાં આ દેશની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની તક મળશે.


