Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશના ૪૭૦૦ પેટ્રોલ-પમ્પ ૧૫ ઑક્ટોબરથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું પેમેન્ટ રોકડેથી જ સ્વીકારશે

મધ્ય પ્રદેશના ૪૭૦૦ પેટ્રોલ-પમ્પ ૧૫ ઑક્ટોબરથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું પેમેન્ટ રોકડેથી જ સ્વીકારશે

Published : 20 September, 2026 02:11 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે અસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિરોધ-પ્રદર્શન કરશે નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશમાં આવેલા ૪૭૦૦ પેટ્રોલ-પમ્પનું પ્રતિનિધિત્વ કરતા મધ્ય પ્રદેશ પેટ્રોલ-પમ્પ અસોસિએશને એક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લીધો હતો કે ૧૫ ઑક્ટોબરથી તેઓ ૨૦૦૦ રૂપિયાથી વધુની રકમ રોકડેથી જ સ્વીકારશે.

ડીલરોએ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા ૦.૪ ટકા MDRનો બોજ ઉઠાવવાનો ઇનકાર કરી દીધો છે અને જણાવ્યું છે કે તેમનું માર્જિન ઘણું ઓછું છે અને એમાં આ ચાર્જને કારણે અમારા નિશ્ચિત નફાના માર્જિન પર અસર પડશે. ઈંધણના વેચાણનો મોટો હિસ્સો UPI દ્વારા થાય છે.



જોકે અસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિરોધ-પ્રદર્શન કરશે નહીં. એમ છતાં તેઓ UPI પેમેન્ટ્સને મર્યાદિત કરીને એને નિરુત્સાહિત કરવાનો ઇરાદો ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 02:11 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK