આજના દિવસે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. આજે આ હુમલાને ચાર વર્ષ પૂર્ણ થયા છે. વાયુસેનાની આ સર્જિકલ સ્ટ્રાઈક ‘પુલવામા હુમલા’નો બદલો હતો. આવો જાણીએ ભારતીય સેનાના બદલાની કહાની...
પ્રતીકાત્મક તસવીર
એર સ્ટ્રાઈકનું નામ સાંભળતા જ ચાર વર્ષ પહેલા ભારતીય સેનાની બહાદુરીની ગાથા યાદ આવી જાય છે. આજના દિવસે એટલે કે, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ, પાકિસ્તાન (Pakistan)ના પખ્તુનખ્વા (Pakhtunkhwa)ના બાલાકોટ (Balakot)માં, ભારતીય વાયુસેનાએ ફાઇટર જેટથી હુમલો કરીને અડધી રાત્રે આતંકવાદીઓના સ્થળને નષ્ટ કરી દીધા હતા. બાલાકોટ એર સ્ટ્રાઈક (Balakot Air Strike) કરવાનો નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો ન હતો, પરંતુ તેની સ્ક્રિપ્ટ એ દિવસે લખવામાં આવી હતી જે દિવસે દેશમાં પુલવામા હુમલો (Pulwama Attack) થયો હતો. આવો જાણીએ ભારતીય સેનાના બદલાની સંપૂર્ણ કહાની...
બાલાકોટ એરસ્ટ્રાઈક પુલવામા હુમલાનો બદલો હતો
ADVERTISEMENT
૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં, પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકવાદીએ ભારતીય સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. બપોરના લગભગ ત્રણ વાગ્યા હતા અને શ્રીનગર-જમ્મુ હાઈવે પર સીઆરપીએફના જવાનોને લઈને કેટલીક બસોનો કાફલો પસાર થઈ રહ્યો હતો. જેવો કાફલો હાઈવે પર આવ્યો કે તરત જ એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટક ભરેલા વાહન સાથે બસને ટક્કર મારી અને બસના ટુકડા થઈ ગયા, જેમાં ભારતિય સેનાના ૪૦ સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ જ સેનાએ પાકિસ્તાનનો બદલો લેવાની આખી કહાની લખી હતી અને ત્યાર બાદ બાલાકોટ એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
દેશમાં બદલાની આગ સળગી રહી હતી
પુલવામામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા બાદ આખા દેશમાં પાકિસ્તાન સામે બદલાની આગ ભભૂકી રહી હતી. દેશના ખૂણેખૂણેથી બદલો લેવાની માંગ ઉઠી રહી હતી અને ઘણી જગ્યાએ દેખાવો પણ થયા હતા. જમ્મુ હોય કે કન્યાકુમારી, દરેક જગ્યાએ `દેશ માંગે બદલા`ના નારા લાગ્યા હતા.
વડાપ્રધાને આપ્યો હતો બદલાનો સંકેત
પુલવામા આતંકી હુમલાના એક દિવસ બાદ મહારાષ્ટ્રમાં એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું હતું કે, શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય અને ગુનેગારોને ચોક્કસ સજા થશે.’ રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાને દેશવાસીઓને સંકેત આપ્યો હતો કે, આ વખતે કંઈક મોટું થશે. તેમણે કહ્યું હતું કે, ‘દેશવાસીઓના દિલમાં જે ગુસ્સો છે, તે મારી હાલત છે. આતંકવાદીઓના ગુનાનો પુરો બદલો લેવામાં આવશે અને આ માટે સેનાને સ્થળ અને સમય નક્કી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.’
આ પંણ વાંચો - એરો ઈન્ડિયા માત્ર શૉ નથી, ભારતની તાકાત છે : વડાપ્રધાન મોદી
પુલવામા હુમલાના શહીદોનો બદલો બાર દિવસમાં
પુલવામા હુમલાના ત્રણ કલાક બાદ જ બદલાની સંપૂર્ણ કહાની લખાઈ ગઈ હતી. ૧૨ દિવસ બાદ એટલે કે ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વહેલી સવારે અંધારામાં મિરાજ ૨૦૦૦ ફાઇટર જેટ્સે એરફોર્સના ગ્વાલિયર એરબેઝ પરથી ઇઝરાયલી બોમ્બ સાથે ઉડાન ભરી હતી. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ૧૨ મિરાજ વિમાનોએ પાકિસ્તાનની રડાર સિસ્ટમને ડોજ કરીને એન્ટ્રી કરી અને જૈશ-એ-મોહમ્મદના ઘણા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા અને ૨૦૦ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનને `ઓપરેશન બંદર` નામ આપવામાં આવ્યું હતું. આતંકવાદીઓના અડ્ડા નષ્ટ થતાં જ પાકિસ્તાનનું F-16 વિમાન સક્રિય થઈ ગયું હતું, પરંતુ ત્યાં સુધીમાં ભારતીય સેનાનું વિમાન પોતાનું કામ કરીને સ્વદેશ પરત ફર્યું હતું.
સુઆયોજિત હુમલો
એક ઈન્ટરવ્યુમાં એર માર્શલ હરિ કુમારે જણાવ્યું હતું કે, ‘પુલવામા હુમલાના ત્રણ કલાક બાદ જ બદલો લેવાની યોજના બનાવવામાં આવી હતી. પાકિસ્તાનના બાલાકોટમાં ૨૦૦ આતંકવાદીઓના ફોન સક્રિય મળ્યા હતા. ત્યારપછી સંપૂર્ણ પ્લાનિંગ સાથે તેમને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ સ્ટ્રાઈકમાં ઘણા મોટા આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી હતી, જેઓ ફિદાયીન હુમલા માટે આતંકીઓને તૈયાર કરી રહ્યા હતા.’
આ પંણ વાંચો - CDS બિપિન રાવતનું ચોપર ક્રેશમાં નિધન, શું તમે આ જાણો છો આ બાબતો?
પાકિસ્તાને પહેલા સ્વીકાર્યું, પછી કરી આનાકાની
પાકિસ્તાનની એર સ્ટ્રાઈક તેના મોઢા પર થપ્પડ સમાન હતી. પાકિસ્તાનની તમામ રડાર સિસ્ટમ પર હુમલો કરવો એક પરાક્રમ હતું. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે પોતે ટ્વીટ કર્યું હતું કે, ભારત એલઓસી પાર કરીને પાછું ગયું. જો કે, આ પછી પાક નેતાઓએ કહ્યું કે ભારતીય સેનાએ ખાલી જગ્યાઓ પર હુમલો કર્યો હતો. પરંતુ આ એર સ્ટાઈક ભારતે પાકિસ્તાનને થપ્પડ મારી હોવાનું કહેવાય છે.


