° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 February, 2023


શ્રદ્ધાના હાડકાં આરીથી કપાયાના નિશાન, ફૉરેન્સિક તપાસમાં સામે આવી આફતાબની બર્બરતા

26 November, 2022 08:50 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માનવતા પર કલંક એવા શ્રદ્ધા હત્યાકાંડમાં એક નવો ખુલાસો થયો છે. શ્રદ્ધાની હત્યા (Shraddha Walker Murder) કર્યા બાદ આફતાબે (Aftab Poonawala) તે લાશના ટુકડા આરીથી કર્યા હતા. આ વાત ફૉરેન્સિક તપાસમાં (Forensic Investigation) સામે આવી છે.

શ્રદ્ધા વાલકર (ફાઈલ તસવીર) Shraddha Walker Murder Case

શ્રદ્ધા વાલકર (ફાઈલ તસવીર)

માનવતા પર કલંક એવા શ્રદ્ધા હત્યાકાંડમાં એક નવો ખુલાસો થયો છે. શ્રદ્ધાની હત્યા (Shraddha Walker Murder) કર્યા બાદ આફતાબે (Aftab Poonawala) તે લાશના ટુકડા આરીથી કર્યા હતા. આ વાત ફૉરેન્સિક તપાસમાં (Forensic Investigation) સામે આવી છે. અમર ઉજાલાના રિપૉર્ટ પ્રમાણે તપાસમાં શ્રદ્ધાની બૉડી પર આરીથી કાપા મૂકાયાના નિશાન મળ્યા છે. તો, શ્રદ્ધાના (Shraddha Walker`s Father) પિતાના બ્લડ સેમ્પલના ડીએનએથી (DNA Blood Samples) ટાઈલ્સ પર મળેલ લોહ અને હાડકાના નમૂના મેચ થઈ ગયા છે. દિલ્હી પોલીસના (Delhi Police) સૂત્રો પ્રમાણે, જંગલમાંથી મળેલા હાડકાં શ્રદ્ધાનાં જ છે.

ફૉરેન્સિક ટીમના સૂત્રોએ દિલ્હી પોલીસના મૌખિક રીતે માહિતી આપી છે, આખો રિપૉર્ટ આપવામાં હજી થોડાક દિવસનો સમય લાગી શકે છે. પોલીસને હવે એફએસએલના ફાઈનલ રિપૉર્ટનો ઇંતેજાર છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર સાગર પ્રીત હુડ્ડા પ્રમાણે, શ્રદ્ધા હત્યાકાંડ સાથે જોડાયેલા કેસમાં ડીએનએ તપાસ સાથે જોડાયેલ સીએફએસએલના રિપૉર્ટ મળ્યા નથી, હાલ ઔપચારિક રીતે રિપૉર્ચ મળ્યા પછી કેસ સાથે જોડાયેલી સૂચના આપવામાં આવશે.

આફતાબે ષડયંત્ર હેઠળ કરી શ્રદ્ધાની હત્યા
આરોપી આફતાબ અમીન પૂનાવાલા (28) પાસેથી પૉલિગ્રાફ ટેસ્ટ દરમિયાન ચોંકાવનારી માહિતી મળી. રોહિણી એફએસએલના વિશેષજ્ઞો પ્રમાણે, આફતાબે શ્રદ્ધાની હત્યા ગુસ્સામાં નહીં, પણ ષડયંત્ર હેઠળ કરી છે. સાથે જ ઘટના પહેલા બૉલિવૂડ ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી. 

આફતાબે જણાવ્યું તે દ્રશ્યમ પાર્ટ-2ની રાહ જોઈ રહ્યો હતો. તે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ કોઈક સ્ટોરી બનાવવાની ફિરાકમાં હતો. તેણે ષડયંત્ર હેઠળ જ શ્રદ્ધાનું કતલ કર્યું. હત્યા કર્યા બાદ શ્રદ્ધાના મિત્રો, પરિવારજનો સાથે સતત વાતો કરી એવા પુરાવા બનાવ્યા, જેથી પછી તેને નિર્દોષ સાબિત થવામાં કોઈ મુશ્કેલી ન થાય. આ વાત આફતાબે પોતે ગુરુવારે પોણા નવ કલાક ચાલેલી પૉલિગ્રાફી ટેસ્ટ દરમિયાન જણાવી.

આ પણ વાંચો : શ્રદ્ધા વાલકર પ્રકરણમાં મહારાષ્ટ્ર પોલીસની તપાસ કરાશે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન

આફતાબના મોબાઈલ તેમજ લેપટૉપની તપાસ
દિલ્હી પોલીસ શ્રદ્ધા તેમજ આફતાબની જૂની ચેટ રિકવર કરવામાં લાગેલી છે. આ માટે દક્ષિણ જિલ્લાની એક ટીમ અલગથી કામ કરી રહી છે. આરોપીના મોબાઈલ તેમજ લેપટૉપની તપાસ કરવામાં આવી રહી છે. જો પોલીસને જૂની ચૅટ મળી જાય છે તો તે મહત્વનો પુરાવો સાબિત થશે.

26 November, 2022 08:50 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

Union Budget 2023:તમામને ઘર આપવા માટે બજેટમાં 66 ટકા વધારો, ગરીબો માટે શું? જાણો

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman)એ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ (Union Budget 2023)રજૂ કર્યું. ત્યારે જાણીએ કે ગરીબો માટે આ બજેટમાં શું ખાસ જાહેરાત કરવામાં આવી છે.

01 February, 2023 03:34 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Union Budget - આ બજેટ સમાજના દરેક વર્ગને લાભ કરાવશે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે રજુ કર્યું બજેટ

01 February, 2023 03:31 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Union Budget 2023: ટેક્સને લઈ બજેટમાં મોટી જાહેરાત, જાણો શું કહ્યું સીતારમણે

મોદી સરકાર (PM Modi)ના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ(Union Budget 2023) હશે. આ બજેટમાં સરકાર તરફથી મોટી જાહેરાતો થવાની આશા છે.નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

01 February, 2023 02:36 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK