Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લક્ષદ્વીપ પાસે ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ સાથે પકડાયા પાંચ પાકિસ્તાની

લક્ષદ્વીપ પાસે ભારતીય જળસીમામાંથી ડ્રગ્સ સાથે પકડાયા પાંચ પાકિસ્તાની

Published : 01 October, 2026 08:59 AM | Modified : 01 October, 2026 09:31 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીએ હાથ ધર્યું ઑપરેશન ઃ અંદાજે ૩૦૦૦ કરોડની કિંમતનો ૫૨૬ કિલો હેરોઇન અને મેથામ્ફેટમિનનો પકડ્યો જથ્થો ઃ શંકાસ્પદ બોટને લવાઈ લક્ષદ્વીપથી મુંબઈ

પકડાયેલા પાકિસ્તાનીઓ

પકડાયેલા પાકિસ્તાનીઓ


લક્ષદ્વીપની પશ્ચિમે ભારતની જળસીમામાં એક શંકાસ્પદ બોટમાંથી અંદાજે ૩૦૦૦ કરોડની કિંમતનો ૫૨૬ કિલો હેરોઇન અને મેથામ્ફેટમિનનો જથ્થો મળી આવ્યો છે. બાતમીના આધારે ૨૫ સપ્ટેમ્બરે રોજ ગુજરાત ઍન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ (ATS), ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીએ સંયુક્ત ઑપરેશન હાથ ધરીને આ ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાનના પેશાવરમાં રહેતા પાંચ જણને પણ પકડી પાડ્યા હતા. ઈરાનની આ શંકાસ્પદ બોટને લક્ષદ્વીપથી ગઈ કાલે મુંબઈ લાવવામાં આવી હતી.  
ડ્રગ્સ વિશે બાતમી મળતાં ગુજરાત ATSએ દિલ્હીમાં ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો. ગુજરાત ATSની એક ટીમ કેરલમ ખાતે કોચી જવા રવાના થઈ હતી. કોસ્ટગાર્ડ સાથે એક સંયુક્ત ટીમ બનાવીને બોટમાં આ ટીમ સમુદ્રમાં તપાસ કરી રહી હતી. આ દરમ્યાન લક્ષદ્વીપની પશ્ચિમે ભારતની જળસીમામાં બાતમીવાળી બોટ મળી આવી હતી. કોસ્ટગાર્ડે આ બોટ રોકીને એમાં ATSની ટીમ સાથે તપાસ કરતાં ડ્રગ્સ મળી આવ્યું હતું. ઈરાનની આ બોટમાંથી પાકિસ્તાનના પેશાવરમાં રહેતા મોહમ્મદ યાકુબ બલુચી, શકિરુલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહિદુલ્લાહ મળી આવતાં તેમને પણ પકડી લીધા હતા.  
આરોપીઓની કરેલી પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આઝાદ નામની આ બોટ ઈરાનના કોનારક ખાતેથી રવાના થઈ હતી. એમાં પાકિસ્તાનના ગ્વાદરથી આવેલી એક બોટ મારફત ડ્રગ્સનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ જથ્થામાં ૪૦૦ કિલો મેથામ્ફેટમિન અને ૧૨૬ કિલો હેરોઇન છે. ગુજરાત ATSએ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું બાતમી મળી હતી ? 
ગુજરાત ATSને બાતમી મળી હતી કે અમદાવાદમાં એક નાઇજીરિયન માણસે કોઈ વ્યક્તિની મધ્યસ્થીથી ડ્રગ્સની લેવડદેવડ બાબતે મીટિંગ કરી છે અને આઝાદ નામની ઈરાની બોટ મારફત આશરે ૫૦૦ કિલો મેથામ્ફેટમિન અને હેરોઇન ડ્રગ્સનો જથ્થો મગાવ્યો છે. આ જથ્થાની ડિલિવરી મુંબઈ–કોચીન–લક્ષદ્વીપ નજીક ભારતીય જળસીમામાં એક તામિલનાડુની બોટમાં કરવાના છે. આ ડ્રગ્સની પંજાબ ખાતે કોઈ નાઇજીરિયન વ્યક્તિને ડિલિવરી કરવાની છે. આ માલ ભારતના વૉન્ટેડ આરોપી તથા હાજી સલીમ નામના ડ્રગ્સ સ્મગલરે તેના માણસો મારફત આઝાદ નામની ઈરાની બોટમાં મોકલવાનું આયોજન કર્યું છે.



પહલગામ અટૅકમાં સામેલ અને વાઇરલ ફોટોમાં દેખાયેલા આ ચારેય આતંકવાદીઓનો ખાતમો 


જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ૧૮ મહિના પછી આખરે આ ઘટનામાં સામેલ લશ્કર-એ-તય્યબાના ચારેય આતંકવાદીઓ ઢેર થઈ ચૂક્યા છે. આ હુમલા પછી ૪ આતંકવાદીઓની એક તસવીર વાઇરલ થઈ હતી. એમાં જુનૈદ ભટ, અબુ તલ્હા, યાસિર અને સુલેમાન શાહ ઉર્ફે ફૌજી હાશિમ મુસા દેખાય છે. પહેલા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાના જવાનોએ ઑલરેડી અલગ-અલગ ઑપરેશનમાં ઠાર મારી નાખ્યા હતા, જ્યારે તાજેતરમાં લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણીના કહેવા મુજબ ચોથા આતંકવાદી ફૌજી મુસાને પણ ઢેર કરી દેવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 09:31 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK