આ પ્રીમિયમ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ગરમ પાણીના શાવરની સુવિધા પણ મળી રહેશે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન રેલવે નવી વંદે ભારત સ્લીપર ટ્રેન લૉન્ચ કરવાની છે. આ પ્રીમિયમ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ગરમ પાણીના શાવરની સુવિધા પણ મળી રહેશે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોમાં ટ્રેનમાં વૉશરૂમ જોવા મળે છે જેમાં શાવર દેખાઈ રહ્યો છે. ભારતમાં પહેલી વાર આવું થશે કે લાંબી મુસાફરી કરતા પૅસેન્જરોને ટ્રેનની અંદર જ ગરમ પાણીથી સ્નાન કરવાની સુવિધા મળશે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ સર્વિસ આપવાનો હેતુ આપણા પૅસેન્જરોને અફૉર્ડેબલ રેટ્સમાં પ્રીમિયમ અનુભવ આપવાનો છે.
પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન કલકત્તા અને ગુવાહાટી વચ્ચે શરૂ થવાની છે. એમાં AC થ્રી-ટિયરની ટિકિટ ૨૩૦૦ રૂપિયાની, AC ટૂ-ટિયરની ૩૦૦૦ રૂપિયાની અને ફર્સ્ટ ACની ૩૬૦૦ રૂપિયાની રહેવાની છે.


