Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ડમ્પર અને બસની ટક્કરમાં લાગી આગ, ૧૩ જણ જીવતા સળગ્યા

ડમ્પર અને બસની ટક્કરમાં લાગી આગ, ૧૩ જણ જીવતા સળગ્યા

Published : 27 March, 2026 10:59 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંધ્ર પ્રદેશની ઘટનામાં બાવીસ લોકો ઘાયલ, આગ પર કાબૂ મેળવતાં ૩ કલાક લાગ્યા

કરુણ ઘટના

કરુણ ઘટના


આંધ્ર પ્રદેશના મરકાપુરમ જિલ્લામાં ગુરુવારે એક રોડ-અકસ્માત થયો હતો જેમાં એક પ્રાઇવેટ ટ્રાવેલ બસની ડમ્પર સાથે ટક્કર થઈ હતી. ટક્કર લાગતાં જ બસમાં આગ લાગી હતી. બસમાં સવાર ૩૫માંથી ૧૩ મુસાફરો જીવતા સળગી ગયા હતા. બાવીસ યાત્રીને બચાવી લેવાયા હતા, પરંતુ એમાંથી ઘણા ગંભીર રીતે દાઝ્યા હતા. અધિકારીઓના કહેવા મુજબ હરિકૃષ્ણા ટ્રાવેલ્સની બસ તેલંગણના નિર્મલથી આંધ્ર પ્રદેશના નેલ્લોર જઈ રહી હતી ત્યારે સવારે ૬ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. 

ફાયર-બિગ્રેડની ટીમને આગ બુઝાવતાં ૩ કલાક લાગ્યા હતા. આ ઘટના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરીને જીવ ગુમાવનારા લોકોના પરિજનોને બે-બે લાખ રૂપિયાની અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની સહાયતા જાહેર કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:59 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK