Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઝારખંડ મિનિસ્ટરના સંબંધીના ઘરે EDના દરોડા: કરોડોની રોકડ જપ્ત, હજી ગણતરી ચાલુ

ઝારખંડ મિનિસ્ટરના સંબંધીના ઘરે EDના દરોડા: કરોડોની રોકડ જપ્ત, હજી ગણતરી ચાલુ

06 May, 2024 06:44 PM IST | Ranchi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ED raids Jharkhand Minister linked house: ઇડીએ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર વિરેન્દ્ર કે. રામથી જોડાયેલા કેસમાં આ દરોડા પાડ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)

પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)


લોકસભા ચૂંટણીના માહોલમાં સરકારી તપાસ યંત્રણા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઝારખંડમાં એક કાર્યવાહી દરમિયાન મોટી રકમ જપ્ત કરી હતી. ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમથી સંબંધિત એક વ્યક્તિના ઘરેથી 20 કરોડો રૂપિયાની રોકડ રકમ (ED raids Jharkhand Minister linked house) ઇડીએ જપ્ત કરી છે અને હજુ સુધી આ રકમની ગણતરી ચાલી રહી છે. ઇડીએ અચાનકથી પાડેલી આ રેડમાં જપ્ત કરવામાં આવેલી રકમને ગણવા માટે બેન્ક કર્મચારીઓ અને પૈસા ગણવાની મશીન મગાવવામાં આવી હતી, તેમ જ ચૂંટણી પહેલા જ કરોડો રૂપિયાની રોકડ જપ્ત થતાં રાજકીય હોબાળો મચ્યો છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા આજના જ દિવસે ઇડી દ્વારા આઇએએસ અધિકારી પૂજા સિંઘલન ઘરે પણ દરોડા પાડીને 177 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.




ઇડીની ટીમે ઝારખંડ રાજ્યમાં રાંચિના એક કરતાં વધુ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ દરોડામાં ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીર આલમના પર્સનલ સેક્રેટરી સંજીવ લાલ અને તેના નોકર જહાંગિરના ઘરે પણ ઇડીએ રેડ પાડી છે અને આગળની તપાસ ચાલી રહી છે. આ રેડમાં સંજીવ લાલના નોકર જહાંગિરના ઘરે મળેલી રકમને જોઈને ઇડીના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ રકમ 20-30 કરોડ જેટલી હોઈ શકે કે એવી માહિતી સૂત્રોએ આપી હતી.

ઇડીએ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય એન્જિનિયર વિરેન્દ્ર કે. રામથી જોડાયેલા કેસમાં આ દરોડા (ED raids Jharkhand Minister linked house) પાડ્યા હતા. કેટલીક સરકારી યોજનાઓનું અમલીકરણ કરવામાં અનિયમિતતા અને મની લોન્ડરિંગ કરવાના આરોપસર ઇડીએ વીરેન્દ્ર કે. રામ સુધી પહોંચીને કરોડો રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ ઇડીએ આ કેસમાં વધુ લોકોની ધરપકડ કરવાની શરૂઆત કરી છે. ફેબ્રુઆરી 2023માં ઇડીએ વિરેન્દ્ર કે. રામની ધરપકડ કરી હતી.


નોંધનીય વાત એ એ છે કે આલમગીર આલમ કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા છે અને ઝારખંડની ચંપાઇ સોરેન પણ ઝારખંડની કૉંગ્રેસ સરકારના (ED raids Jharkhand Minister linked house) એક પ્રધાન છે. આ પહેલા હેમંત સોરેની સરકારમાં પણ તેઓ જ પ્રધાન હતા. ઝારખંડમાં કૉંગ્રેસ, ઝામુમો અને આરજેડી ગઠબંધનની સરકાર છે અને આલમગીર સરકારના જ એક મોટા નેતા છે. પોતાના જ પક્ષના જ અમુક નેતાઓએ આલમગિરિને પ્રધાન બનાવવાનો વિરોધ કર્યો હતો તેમ છતાં તેમને ચંપાઇ સરકારમાં કૉંગ્રેસના કોટાથી પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આ મામલે આલમગીરે કહ્યું હતું કે "સંજીવ લાલ એક સરકારી કર્મચારી છે અને તેઓ મારા પર્સનલ સેક્રેટરી છે. જોકે આ પહેલા પણ સંજીવ બે પૂર્વ પ્રધાનના સેક્રેટરી રહી ચૂક્યા છે. આ મામલે ઇડીની વધુ તપાસ ચાલી રહી છે, જેથી પૂર્ણ તપાસ થયા બાદ જ આ અંગે કોઈ નિવેદન આપવું યોગ્ય નથી."

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 06:44 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK