આ સંદર્ભમાં બીના શહેરમાં ગાંધી સ્ક્વેર ખાતેની એક શરાબની દુકાનનો વિડિયો પણ સામે આવ્યો છે, જ્યાં આ આરોગ્ય-કૅમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
દારૂ ખરીદનારની તપાસ
મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ મહિનામાં શરાબના સેવનથી થયેલા મૃત્યુના અહેવાલો વચ્ચે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને સાગર જિલ્લામાં એક્સાઇઝ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે એક એવું અભિયાન શરૂ કર્યું છે જ્યાં સરકારી ડૉક્ટરોને શરાબની દુકાનોની બહાર તહેનાત કરવામાં આવ્યા છે, જેઓ શરાબ ખરીદવા આવતા લોકોના સ્વાસ્થ્ય અને બીમારીઓ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે.
આ સંદર્ભમાં બીના શહેરમાં ગાંધી સ્ક્વેર ખાતેની એક શરાબની દુકાનનો વિડિયો પણ સામે આવ્યો છે, જ્યાં આ આરોગ્ય-કૅમ્પ શરૂ કરવામાં આવ્યો છે. શરાબ લેવા આવતા લોકોના લિવર અને કિડની-પરીક્ષણ માટે લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. પહેલા બે દિવસમાં ૧૪૭ લોકોની તપાસ કરવામાં આવી હતી.
