Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Crime: દિલ્હીમાં લગ્ન ન થવાનો ડર બતાવીને બે સગી બહેનો સાથે તાંત્રિકે કર્યો રેપ

Crime: દિલ્હીમાં લગ્ન ન થવાનો ડર બતાવીને બે સગી બહેનો સાથે તાંત્રિકે કર્યો રેપ

28 February, 2023 10:35 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ન્યૂ અશોક નગર વિસ્તારમાં એક તાંત્રિકના સંપર્કમાં પરિવાર આવ્યો. તાંત્રિકે બીમારી બરાબર કરવાનો દાવો કર્યો. તાંત્રિકની સારવારથી ભાઈની મુશ્કેલીમાં સુધારો થવા માંડ્યો. ભાઈના સ્વસ્થ થયા બાદ તે પીડિતા પોતાની બહેન સાથે આભાર માનવા તાંત્રિકના ઘરે ગઈ.

પ્રતીકાત્મક તસવીર

Sexual Crime

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી (Delhi) ન્યૂ અશોક નગર વિસ્તારમાં બે સગી બહેનો સાથે બળાત્કારનો કેસ સામે આવ્યો છે. આરોપ એક તાંત્રિક પર છે. ન્યૂ અશોક નગર થાણા પોલીસે રેપ અને ધમકી હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પ્રમાણે, ન્યૂ અશોક નગર થાણાંમાં 21 વર્ષીય પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે તે પરિવાર સાથે ગાઝીપુર વિસ્તારમાં રહે છે. તેમના ભાઈએ 20218માં સ્પાઈનમાં મુશ્કેલી થઈ ગઈ હતી. અનેક જગ્યાએ ડૉક્ટર્સે જણાવ્યું, પણ કોઈ ફાયદો થયો નહીં. પછી એક જાણકાર દ્વારા ન્યૂ અશોક નગર વિસ્તારમાં એક તાંત્રિકના સંપર્કમાં પરિવાર આવ્યો. તાંત્રિકે બીમારી બરાબર કરવાનો દાવો કર્યો. તાંત્રિકની સારવારથી ભાઈની મુશ્કેલીમાં સુધારો થવા માંડ્યો. ભાઈના સ્વસ્થ થયા બાદ તે પીડિતા પોતાની બહેન સાથે આભાર માનવા તાંત્રિકના ઘરે ગઈ.

આરોપ છે કે ત્યાં તે તાંત્રિકે તેમને ડરાવ્યો અને કહ્યું કે તારા લગ્ન નહીં થાય. ટૂંક સમયમાં જ તારા વાળ પણ ઉતરશે. તાંત્રિકની વાતોથી ખરાબ રીતે ડરી ગઈ. તેમણે ઉપાય પૂછ્યો તો તાંત્રિકે તેને ફોસલાવી લીધી. તાંત્રિકે ભાઈને ગામ મોકલવા માટે કહી દીધું અને તેમની સાથે અને તેમની બહેન સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા. ધમકી આપી કે જો કોઈને આ વાત જણાવી, તો તે આખા પરિવારને મારી નાખશે. પોલીસે કેસ દાખલ કર્યો છે અને કેસમાં તપાસ કરી રહી છે.



આ પણ વાંચો : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માર્ચથી મે દરમિયાન લૂ માટે જાહેર કરી ખાસ એડવાઈઝરી


તો, રેપની એક અન્ય ઘટના પટપડગંજ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં થઈ. અહીં બિઝનેસ મીટિંગના બહાને એક યુવતીના હોટલમાં બોલાવીને રેપ કરવામાં આવ્યો. 30 વર્ષની પીડિતા પરિવાર સાથે મેરઠમાં રહે છે. તેમણે પોલીસે નિવેદન આપ્યું કે ગૌરવ નામના શખ્સે બિઝનેસ મીટિંગ માટે તેમને દિલ્હી બોલાવાવમાં આવ્યો હતો. 20 ફેબ્રુઆરીના તે તેમના ગાઝીપુરની એક હોટલના રૂમ નંબર 202માં લઈ ગયા. આરોપ છે કે ત્યાં યુવકે તેમની સાથે બળાત્કાર કર્યો. પછી આનંદ વિહાર બસ ડેપો પાસે છોડીને ભાગી ગયો. પોલીસે બળાત્કારની ધારાઓ કેસ નોંધવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2023 10:35 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK