દિલ્હીમાં નંબર પ્લેટ માટેની એક ચોક્કસ રીત છે
ટૂ-વ્હીલરની નંબરપ્લેટ પર ‘SEX’
દિલ્હીની કોઈ પણ આરટીઓ ઑફિસમાં પોતાના ટૂ-વ્હીલરના રજિસ્ટ્રેશન માટે જતા લોકોને હાલ એક વિચિત્ર પ્રૉબ્લેમનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રૉબ્લેમ E અને X એમ બે લેટર્સના કારણે છે.
દિલ્હીમાં ટૂ-વ્હીલર્સને ‘S’ લેટરથી સૂચિત કરાય છે. દિલ્હીમાં નંબર પ્લેટ માટેની એક ચોક્કસ રીત છે. જેમ કે દિલ્હી માટે DL, જેના પછી જિલ્લા માટેનો એક ચોક્કસ નંબર, જેના પછી વેહિકલના ટાઇપ માટેનો એક લેટર, જેના પછી લેટેસ્ટ સીરિઝ સૂચવતા બે લેટર્સ અને એના પછી ચાર ડિજિટનો યુનિક નંબર હોય છે.
એટલે દિલ્હીમાં ટૂ-વ્હીલર્સ માટે નંબર પ્લેટ પર હાલ ‘S’ લેટર અને એના પછી ‘EX’ છે. સમસ્યા એ છે કે આ ત્રણેય લેટર્સ જોડાઈ જવાના લીધે હોંશથી ટૂ-વ્હીલર્સ ખરીદનારા લોકોએ નંબર પ્લેટના લીધે લોકોનાં મહેણાં સાંભળવા પડે છે.

