Delhi Schools Bomb Scare: દિલ્હીમાં ત્રણ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ ધમકી મળ્યા બાદ હંગામો મચી ગયો હતો; પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા છે; વધુ તપાસ ચાલુ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ફરી એકવાર દિલ્હી (Delhi)ની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Delhi Schools Bomb Scare) મળી છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. આજે સવારે એટલે કે સોમવારે ૧૪ જુલાઈએ ત્રણ સ્કુલોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી ભર્યા ઇમેલ મળ્યાં છે. જેમાં ચાણક્યપુરીમાં નેવી સ્કૂલ, દ્વારકામાં સીઆરપીએફ સ્કૂલ અને રોહિણીમાં બીજી એક સીઆરપીએફ સ્કૂલને ઈમેલ દ્વારા ધમકીઓ મળી હતી. ધમકીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. બોમ્બની માહિતી મળતાં જ, દિલ્હી પોલીસ (Delhi Police) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા અને સંબંધિત શાળાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
સોમાવરે સવારે દિલ્હીની ત્રણ સ્કુલ (Delhi Schools Bomb Scare)ને બોમ્બથી ઉડાવવામાં આવશે તેવા ધમકીભર્યા મેઇલ મળ્યા છે. જે શાળાઓને ધમકી મળી છે તેમાં, ચાણક્યપુરી (Chanakyapuri)માં નેવી સ્કૂલ (Navy Children School), દ્વારકા (Dwarka)માં સીઆરપીએફ સ્કૂલ (CRPF Public School) અને રોહિણી (Rohini)માં બીજી એક સીઆરપીએફ સ્કૂલનો સમાવેશ થાય છે. આ શાળાઓને બોમ્બથી ઉડાડી દેવામાં આવશે તેવું ધમકીભર્યા ઇમેલમાં કહેવામાં આવ્યું છે. જોકે, તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, પરંતુ સાવચેતીના ભાગ રૂપે શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક અને સાયબર ટીમો પણ તપાસમાં રોકાયેલી છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તકેદારી સાથે શાળા પરિસરની સઘન તપાસ કરવામાં આવી હતી, પરંતુ રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ ખતરા જેવી પરિસ્થિતિ નથી.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈપણ સંભવિત ખતરાને પહોંચી વળવા માટે તમામ જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત, શાળાઓના સ્ટાફ અને વાલીઓને ગભરાવાની અપીલ કરવામાં આવી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
દરમિયાન, પોલીસ કમિશનરેટે તમામ શાળાઓને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા નિર્દેશ આપ્યો છે.
નોંધનીય છે કે, દિલ્હીની શાળાઓને આવી ધમકીઓ મળી હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે પણ રાજધાનીની ૪૦થી વધુ શાળાઓને ઇમેલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. એટલે મે મહિનામાં, શિક્ષણ નિયામક (Directorate of Education - DoE)એ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)ના નિર્દેશોનું પાલન કરીને અને રાષ્ટ્રીય અને સ્થાનિક એજન્સીઓ સાથે સંકલનમાં દિલ્હીની શાળાઓમાં બોમ્બના ભયનો સામનો કરવા માટે ૧૧૫-મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (Standard Operating Procedure - SOP) જારી કરી હતી. આ SOP સરકારી, સહાયિત, લઘુમતી અને માન્ય બિન-સહાયિત ખાનગી શાળાઓને લાગુ પડે છે.

