Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > AI ઇમ્પૅક્ટ સમિટમાં જગતભરના ૪૦થી વધારે CEO હાજર રહેશે, ૬૦૦થી વધારે સ્ટાર્ટઅપ કંપનીઓની ઍડ્વાન્સ્ડ ગૅજેટ્સની ટેક

AI ઇમ્પૅક્ટ સમિટમાં જગતભરના ૪૦થી વધારે CEO હાજર રહેશે, ૬૦૦થી વધારે સ્ટાર્ટઅપ કંપનીઓની ઍડ્વાન્સ્ડ ગૅજેટ્સની ટેક

Published : 17 February, 2026 10:53 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૦૦થી વધારે સ્ટાર્ટઅપ કંપનીઓની ઍડ્વાન્સ્ડ ગૅજેટ્સની ટેક્નૉલૉજી જોવા મળશે

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં રિલાયન્સ ગ્રુપના આકાશ અંબાણી પાસેથી ભવિષ્યની AI પ્રોડક્ટ્સ વિશે વાતચીત કરી રહેલા નરેન્દ્ર મોદી.

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં રિલાયન્સ ગ્રુપના આકાશ અંબાણી પાસેથી ભવિષ્યની AI પ્રોડક્ટ્સ વિશે વાતચીત કરી રહેલા નરેન્દ્ર મોદી.


ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં દુનિયાની સૌથી મોટી ટેક્નૉલૉજી ઇવેન્ટ ‘ઇન્ડિયા AI ઇમ્પૅક્ટ સમિટ 2026’ શરૂ થઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઇવેન્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું અને એ પછી તેમણે દરેક પૅવિલિયનમાં ફરીને ઇવેન્ટમાં સહભાગી થયેલા સ્ટાર્ટઅપ્સનાં અવનવાં નિર્માણોની જાણકારી મેળવી હતી. આ સમિટ ૨૦ ફેબ્રુઆરી સુધી ચાલશે. સમિટની સાથે એક્સ્પોનું પણ આયોજન થયું છે જ્યાં ૧૩ દેશની ૬૦૦થી વધુ સ્ટાર્ટઅપ  કંપનીઓ તેમના લેટેસ્ટ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સૉલ્યુશન્સને દુનિયા સામે રજૂ કરી રહી છે. આ એક્સ્પોમાં સામાન્ય લોકો પણ જોઈ શકશે કે AI વાસ્તવિક જીવનમાં કઈ રીતે કામ કરે છે અને ભવિષ્યમાં AIથી કેવાં-કેવાં પરિવર્તનો આવી શકે એમ છે. AIથી ખેતી, સ્વાસ્થ્ય અને શિક્ષણના ક્ષેત્રે ધરખમ બદલાવો લાવવા પર ભાર અપાયો છે. સમિટનું ઉદ્ઘાટન કરીને નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આજથી ભારત દિલ્હીના ભારત મંડપમમાં AI ઇમ્પૅક્ટ સમિટ હોસ્ટ કરી રહ્યું છે. હું આ સમિટમાં દુનિયાભરના લીડર્સ, ઇન્ડસ્ટ્રીના કૅપ્ટન્સ, ઇનોવેટર્સ, પૉલિસીમેકર્સ, રિસર્ચર્સ અને ટેક્નૉલૉજીના શોખીનોનું દિલથી સ્વાગત કરું છું. સમિટની થીમ છે સર્વજન હિતાય, સર્વજન સુખાય. મતલબ કે સૌના કલ્યાણ અને સૌની ખુશી માટે. આ સમિટ હ્યુમન-સેન્ટ્રિક પ્રોગ્રેસ માટે AIનો ઉપયોગ કરવાના સૌના સહિયારા કમિટમેન્ટનું પ્રતીક છે.’



AI સંચાલિત ઑટોમોટિવ પ્રોટોટાઇપ કાર. 


આ સમિટ AI ઇનોવેશન, બ્રિજિંગ ટેક્નૉલૉજી, પૉલિસી અને રિયલ વર્લ્ડ ઇમ્પૅક્ટ માટે ગ્લોબલ હબ તરીકે ભારતની વિકસતી ભૂમિકા તૈયાર કરે છે જેનું માર્કેટ ૨૦૨૭ સુધીમાં ૧૭ અબજ ડૉલર એટલે કે લગભગ ૧૫૪૩ અબજ રૂપિયાથી વધુ થવાનું અનુમાન છે. 

AI સમિટની મુખ્ય હાઇલાઇટ્સ


 ૭૦,૦૦૦ સ્ક્વેર મીટરથી વિશાળ વિસ્તારમાં મેગા એક્ઝિબિશન છે જેમાં ૩૦ દેશોની સેંકડો કંપનીઓ AI ગૅજેટ્સ અને ટેક્નિક્સ દેખાડશે. સામાન્ય લોકો પણ AI વાસ્તવિક જીવનમાં કઈ રીતે કામ કરે છે એ જોઈ-સમજી શકશે.

 ઑસ્ટ્રેલિયા, જપાન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, નેધરલૅન્ડ્સ, સ્વિટ્ઝરલૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકન દેશોનાં કુલ ૧૩ કન્ટ્રી પૅવિલિયન્સ છે જેમાં ૬૦૦થી વધુ હાઈ પોટેન્શ્યલ સ્ટાર્ટઅપ્સે તેમનાં ઇનોવેશન્સ રજૂ કર્યાં છે.

 ૩ દિવસમાં અલગ-અલગ થીમ પર ૩૨૫૦ સ્પીકર્સનાં કુલ ૫૦૦થી વધુ સેશન્સ થશે.

 ભારત AI મિશન અંતર્ગત ૧૨ સ્વદેશી ફાઉન્ડેશન મૉડલ રજૂ કરી રહ્યું છે. જેમને ઘરેલુ ડેટા સેટ પર ટ્રેઇનિંગ આપવામાં આવી છે જે બાવીસ ભાષાઓને સપોર્ટ કરે છે.

 સમિટમાં ઇન્ટરનૅશનાલ ડેલિગેટ્સ સહિત ૨.૫ લાખથી વધુ વિઝિટર્સ આવે એવી સંભાવના છે.

 વિદ્યાર્થીઓ અને યુવાનો માટે અહીં YUVAi અને AI for ALL જેવા પ્રોગ્રામ્સ છે. એના માધ્યમથી લોકો AI ટૂલ્સનો ઉપયોગ ભણવા તેમ જ કરીઅરને બહેતર બનાવવા માટે કેવી રીતે કરી શકાય એ શીખી શકશે.

 એક્સ્પોમાં થીમેટિક પૅવિલિયન્સ બનાવવામાં આવ્યાં છે જ્યાં લોકો ખુદ AI પાવર્ડ મશીનો અને સૉફ્ટવેર્સનો અનુભવ લઈ શકશે.

 દેશ-વિદેશના સ્ટાર્ટઅપ્સની અનોખી પ્રોડક્ટ્સ જોવા જળશે અને સામાન્ય લોકો પણ ઇનોવેટર્સ સાથે સીધી વાત કરીને ભવિષ્યની ટેક્નૉલૉજી વિશે સમજી શકશે.

કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રા​ન્તિ લાવતી ઍપ Bharat-VISTAAR લૉન્ચ થશે આજે 

કેન્દ્ર સરકારે Bharat-VISTAAR નામની એક ક્રાંતિકારી AI પાવર્ડ મલ્ટિલૅન્ગ્વેજ ટૂલ તૈયાર કર્યું છે જે આજે લૉન્ચ થશે. આ ઍપ ખેડૂતોને ડિજિટલ ટેક્નિકથી જોડશે. AI પર આધારિત કૃષિ પ્લૅટફૉર્મ Bharat VISTAARનો ઉદ્દેશ ખેડૂતોને ખેતીસંબંધી નિર્ણય લેવા માટે ટેક્નિકલ સપોર્ટ આપશે અને તેમને પોતાની ભાષામાં ખેતીની માહિતી ઍપ કે ફોન કૉલ દ્વારા ઉપલબ્ધ કરાવશે. 
આ ટૂલના માધ્યથી ખેડૂતો પાક લેવાની ટેક્નિક, જંતુનાશકોનો ઉપયોગ તેમ જ મોસમનું પૂર્વાનુમાન પણ મેળવી શકશે. પાકની બજાર-કિંમત તેમ જ સરકારી યોજનાઓની માહિતી પણ આ ઍપ પરથી મળી રહેશે. 

દિલ્હીના ખૂણેખૂણા પર છે ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ ઍક્ટિવ

AI ઇમ્પૅક્ટ સમિટમાં ગ્લોબલ લીડર્સ અને ઇનોવેટર્સની હાજરીને કારણે દિલ્હીની સિક્યૉરિટી ટાઇટ કરી દેવામાં આવી છે. સિક્યૉરિટી ફોર્સ દિલ્હીના ખૂણેખૂણા પર ચાંપતી નજર રાખી રહી છે. પાંચ દિવસ ચાલનારી આ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને હાઈ-ઇન્ટેન્સિટી અને ટેક્નૉલૉજી બેઝ્ડ સિક્યૉરિટી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. રાજધાનીમાં મલ્ટિ-લેયર સિક્યૉરિટી ગ્રિડ તૈયાર કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારમાં ઍન્ટિ-ડ્રોન સિસ્ટમ ઍક્ટિવ થઈ ગઈ છે. ભારત મંડપમની આસપાસ ઍડ્વાન્સ સર્વેલન્સ, ઍરસ્પેસ સેફ્ટી અને ભારે ગ્રાઉન્ડ ફોર્સવાળી મલ્ટિ-એજન્સી સિક્યૉરિટી ગોઠવવામાં આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 10:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK