યમુના નદીમાં પાણીની સપાટી જોખમી સ્તરે પહોંચી જતાં હવામાન વિભાગે દિલ્હીવાસીઓને હજી વધુ ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
દિલ્હી જળબંબાકાર
દિલ્હી-NCRના નાગરિકોનું જનજીવન ભારે વરસાદને લીધે ખોરવાઈ ગયું છે. ગઈ કાલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. યમુના નદીમાં પાણીની સપાટી જોખમી સ્તરે પહોંચી જતાં હવામાન વિભાગે દિલ્હીવાસીઓને હજી વધુ ખરાબ સ્થિતિ માટે પણ તૈયાર રહેવાની ચેતવણી આપી છે.
આઝાદને સલામ
ADVERTISEMENT

ક્રાન્તિકારી ચંદ્રશેખર આઝાદની જન્મજયંતીએ ગઈ કાલે પ્રયાગરાજમાં તેમની પ્રતિમા સાથે દેશપ્રેમી બાળકોએ સ્વાતંયસૈનિકોની વેશભૂષામાં તસવીરો ખેંચાવી હતી.
કાવડયાત્રાની સમાપ્તિ

ગઈ કાલે સાવન શિવરાત્રિના અવસરે કાવડયાત્રા સમાપ્ત થઈ હતી અને એ પછી હરિદ્વારમાં હર કી પૌડી પર ઠેર-ઠેર કપડાં અને ચંપલો જોવા મળ્યાં હતાં.
આફત સામે અડગ આસ્થા

ભારે વરસાદને લીધે ગાઝિયાબાદના દૂધેશ્વરનાથ મહાદેવ મંદિર પાસેના રસ્તાઓ જળબંબાકાર થયા હતા, પણ ભક્તિમાં તરબોળ ભક્તોએ ગઈ કાલે સાવન શિવરાત્રિ નિમિત્તે પાણીમાં પડીને પણ ભોળાનાથને સાષ્ટાંગ પ્રણામ કરી પૂજાવિધિ પૂરી કરી હતી.
વર્લ્ડ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપનું મનમોહક દૃશ્ય

સિંગાપોરમાં ચાલી રહેલી 2025 વર્લ્ડ ઍક્વાટિક્સ ચૅમ્પિયનશિપ્સની મિક્સ ડ્યુએટ આર્ટિસ્ટિક સ્વિમિંગ ઇવેન્ટની ફાઇનલમાં સ્પેનની આ જોડીએ અદ્ભુત નજારો સરજ્યો હતો.
મૅનહટનમાં ડોનલ્ડ ટ્રમ્પ ગટરમાં

ન્યુ યૉર્કના મૅનહટનમાં ફ્રેન્ચ સ્ટ્રીટ-આર્ટિસ્ટ જેમ્સ કોલોમિનાએ બનાવેલું ‘ડોનલ્ડ’ નામનું આર્ટ-વર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.


