ધુમ્મસથી ભરેલા શનિવારે સવારે ૯ વાગ્યે નવી દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૩૫ પર પહોંચ્યો હતો
દિલ્હી
ધુમ્મસથી ભરેલા શનિવારે સવારે ૯ વાગ્યે નવી દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૩૩૫ પર પહોંચ્યો હતો, જેણે એને ભારતનું સૌથી પ્રદૂષિત શહેર બનાવ્યું હતું. દિવાળી પછીથી શહેરમાં હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈ રહી છે. તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું છે, જે મોસમી સરેરાશ કરતાં ૩ ડિગ્રી નીચે હતું. સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યા અનુસાર દિલ્હી રેડ ઝોનમાં આવી ગયું છે.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦ સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસલેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ
ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે


