ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન આંદોલનનો ચહેરો રહેલા સામાજિક કાર્યકરનું કહેવું છે કે સત્તા અને પૈસાની મસ્તી અરવિંદની આંખોમાં ઘૂસી ગઈ હતી
અણ્ણા હઝારે
જેમના ચહેરાનો ફાયદો લઈને ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ આંદોલન સફળ બનાવવામાં આવ્યું હતું એ અણ્ણા હઝારેએ તેમના એક સમયના ચેલા અરવિંદ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટી (AAP)ની હાર પર કહ્યું હતું કે ‘અરવિંદે શરૂઆતમાં સારું કામ કર્યું હતું, પણ સત્તા અને પૈસાની મસ્તી તેની આંખોમાં ઘૂસી ગઈ હતી. મોટા પ્રમાણમાં દારૂનાં લાઇસન્સ આપ્યાં હોવાથી આમ આદમીએ તેનો સાથ છોડી દીધો હોવાનું લાગે છે. આજે આપણને જે પરિણામ જોવા મળી રહ્યું છે એ દારૂની દુકાનોને આપેલાં લાઇસન્સ અને એમાંથી મળેલા પૈસાનું પરિણામ છે. તેણે આ નિર્ણય લીધો ત્યારે મેં પત્ર પણ લખ્યો હતો, પણ એનો કોઈ જવાબ નહોતો મળ્યો. આને કહેવાય જૈસી કરની વૈસી ભરની.’
અણ્ણા હઝારે ‘ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન’ આંદોલન વખતે અરવિંદ કેજરીવાલની સાથે હતા, પણ તેમણે પૉલિટિકલ પાર્ટી શરૂ કરતાં તેઓ બાજુએ ખસી ગયા હતા.


