Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પુત્રના મૃત્યુ પછી સાસુની સંભાળ રાખવા પુત્રવધૂ બંધાયેલી નથી : કર્ણાટક હાઈ કોર્ટ

પુત્રના મૃત્યુ પછી સાસુની સંભાળ રાખવા પુત્રવધૂ બંધાયેલી નથી : કર્ણાટક હાઈ કોર્ટ

Published : 03 September, 2026 11:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદાલતે કહ્યું કે ગિફ્ટ ડીડમાં કોઈ જવાબદારીનો ઉલ્લેખ ન હોય તો પુત્રવધૂને ફરજ પાડી શકાતી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટક હાઈ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે ગિફ્ટ ડીડ દસ્તાવેજ દ્વારા કૌટુંબિક મિલકત મેળવનારી પુત્રવધૂને તેના પતિના મૃત્યુ પછી તેની સાસુનું ભરણપોષણ કરવાની ફરજ પાડી શકાતી નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગિફ્ટ ડીડમાં આવી કોઈ જવાબદારીનો ઉલ્લેખ ન હોય તો પુત્રવધૂને આમ કરવાની ફરજ પાડી શકાતી નથી.

જસ્ટિસ સૂરજ ગોવિંદરાજે હાસન જિલ્લાના બેલુર તાલુકાની પુત્રવધૂ એસ. શીલા દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપતાં ઉપરોક્ત અવલોકન કર્યું હતું. કોર્ટે ૨૦૨૬ની પાંચમી માર્ચે હાસનમાં એક ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશને રદ કર્યો, જેમાં શીલાને તેનાં ૮૧ વર્ષનાં સાસુ બી. કે. નનજમ્માની જરૂરિયાતો પૂરી કરવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ પરિણામો ભોગવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.



કોર્ટે કહ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમની કલમ 23 ટ્રિબ્યુનલને એવી ભરણપોષણની જવાબદારી લાદવાની મંજૂરી આપતી નથી જે ગિફ્ટ ડીડની શરતો અથવા જોગવાઈની કાનૂની આવશ્યકતાઓમાં સામેલ નથી. જ્યાં આવી કોઈ શરત અસ્તિત્વમાં નથી ત્યાં ટ્રિબ્યુનલ ફક્ત એટલા માટે પાછલી અસરથી આવું કરી શકતી નથી કારણ કે કૌટુંબિક પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 11:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK