Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ કરતી ૧૧ કાર જપ્ત: રેસિંગ કરતી પાંચ સ્પોર્ટ્‍સ કારની શોધખોળ

કોસ્ટલ રોડ પર ઓવરસ્પીડિંગ કરતી ૧૧ કાર જપ્ત: રેસિંગ કરતી પાંચ સ્પોર્ટ્‍સ કારની શોધખોળ

Published : 09 September, 2026 10:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના કોસ્ટલ રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે વાહનો હંકારવાની વધતી જતી પ્રવૃત્તિ સામે પોલીસે પ્રથમ વાર લાલ આંખ કરીને મોટી કાર્યવાહી કરી છે.

મરીન ડ્રાઇવ પોલીસે જપ્ત કરેલી ગાડીઓ.

મરીન ડ્રાઇવ પોલીસે જપ્ત કરેલી ગાડીઓ.


મુંબઈના કોસ્ટલ રોડ પર મોડી રાત્રે પૂરપાટ ઝડપે વાહનો હંકારવાની વધતી જતી પ્રવૃત્તિ સામે પોલીસે પ્રથમ વાર લાલ આંખ કરીને મોટી કાર્યવાહી કરી છે. મરીન ડ્રાઇવ પોલીસે ઝડપની મર્યાદાનો ભંગ કરવા બદલ કુલ ૧૧ કાર જપ્ત કરી છે. આ કાર્યવાહી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયો પછી કરવામાં આવી છે. સના ખાન નામની જાગૃત નાગરિકે સાઉથ મુંબઈ તરફ જતી વખતે અત્યંત ઝડપે રેસ લગાવી રહેલી કીમતી સ્પોર્ટ્‍સકાર્સનો વિડિયો શૂટ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેની નોંધ લઈને મરીન ડ્રાઇવ પોલીસે તાત્કાલિક પગલાં લીધાં હતાં.

મરીન ડ્રાઇવ પોલીસે સ્પષ્ટતા કરી છે કે સના ખાનના વિડિયોમાં દેખાતી ફરારી અને લમ્બોર્ગિની જેવી મોંઘી કારની ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે અને એમને પણ ટૂંક સમયમાં જપ્ત કરવામાં આવશે. જોકે હાલમાં જપ્ત કરવામાં આવેલી ૧૧ કારે ૨૬ ઑગસ્ટે કોસ્ટલ રોડ પર નિર્ધારિત ૬૦ કિલોમીટર/કલાકની સ્પીડ-લિમિટનું ઉલ્લંઘન કર્યું હતું. વિડિયો વાઇરલ થયા બાદ પોલીસે CCTV કૅમેરાનાં ફુટેજ ચકાસીને અતિઝડપે દોડતાં ૧૬ વાહનોની ઓળખ કરી હતી. એમાંથી ૧૧ કાર જપ્ત કરીને વિધાનભવનના પાર્કિંગ-લૉટમાં રાખવામાં આવી છે, જ્યારે બાકીની પાંચ કારની શોધખોળ ચાલુ છે.



આ સમગ્ર મામલે મરીન ડ્રાઇવ પોલીસે અલગ-અલગ બે ઘટના સંદર્ભે બે અલગ-અલગ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા છે. પ્રથમ FIR ૧૧ જપ્ત કરાયેલાં વાહનો સામે છે, જ્યારે બીજો FIR ૩ સપ્ટેમ્બરે રાત્રે રેસ લગાવી રહેલી સ્પોર્ટ્‍સકારના ડ્રાઇવરો સામે દાખલ કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK