લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા. સદનમાં એન્ટ્રી પહેલા સાંસદોને માસ્ક આપવામાં આવ્યા.
Covid-19
તસવીર સૌજન્ય : પીટીઆઇ
ચીન (China) સિવાય જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં કોરોનાના વધતા કેસને જોતા ભારત પણ અલર્ટ મોડ પર છે. સંસદમાં પણ ગુરુવારે માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યું. અહીં લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા. સદનમાં એન્ટ્રી પહેલા સાંસદોને માસ્ક આપવામાં આવ્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બધા સાંસદોને સત્રની કાર્યવાહી દરમિયાન માસ્ક પહેરવાની અપીલ કરી છે.
કોરોનાને જોતાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સાંસદોને અપીલ કરી કે તે સતર્કતા અને સાવચેતીના પગલા લે. તેમણે કહ્યું કે છેલ્લા અનુભવોને જોતાં આપણે સાવચેતી રાખવાની જરૂર છે. ઓમ બિરલાએ કહ્યું કે બધા સાંસદ માસ્કનો ઉપયોગ કરવો. પોતાના ક્ષેત્રમાં જનજાગરણ માટે પણ પ્રયત્ન કરવા. તેમણે કહ્યું કે સામૂહિક પ્રયત્નોથી કોરોનાનો સામનો કરીશું અને તેને માત આપીશું.
ADVERTISEMENT
પીએમ મોદીએ બોલાવી બેઠક
પીએમ મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે એક બેઠક બોલાવી છે. આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાની સમીક્ષા બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ કહ્યું હતું કે ભારત દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
ચીનમાં કોરોનો પ્રકોપ જળવાયેલો છે. અહીં માત્ર કેસ વધી રહ્યા છે એવું નથી પણ સાથે મૃત્યુનો આંકડો પણ નોંધાઈ રહ્યો છે. સ્થિતિ એ છે હૉસ્પિટલમાં દર્દીની સારવાર માટે જગ્યા નથી. ચીન સિવાય અમેરિકા, જાપાન સહિત વિશ્વના તમામ દેશોમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
આ પણ વાંચો : કોરોના વિરુદ્ધ જંગ માટે ગુજરાત સાવધાન થયું
કોરોનાના આંકડાઓ પર નજર રાખનારી સંસ્થા worldometer પ્રમાણે, વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 5.37 લાખ કેસ સામે આવ્યા છે. તો 1396 લોકોના મોત મહામારી થકી થયા છે. 24 કલાકમાં જાપાનમાં સૌથી વધારે મળ્યા છે. અહીં કોરોનાના 2.06 લાખ કેસ મળ્યા છે. તો, 296 લોકોના મોત થયા છે. અમેરિકામાં પણ 50 હજારથી વધારે કેસ મળ્યા છે. જ્યારે 323 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સિવાય દક્ષિણ કોરિયામાં 88,172 ફ્રાન્સમાં 54,613 અને બ્રાઝીલમાં 44415 કેસ મળ્યા છે. જ્યારે બ્રાઝીલમાં મહામારી થકી 197 મોત નોંધાયા છે.