Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૬,૨૩૦ કરોડના ગંગા એક્સપ્રેસવે પર ખાડા છુપાવવા કાર્પેટનો ઉપયોગ

૩૬,૨૩૦ કરોડના ગંગા એક્સપ્રેસવે પર ખાડા છુપાવવા કાર્પેટનો ઉપયોગ

Published : 03 September, 2026 11:28 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑગસ્ટમાં ભારે વરસાદ પછી કિલોમીટર ૪૨૧ નજીક આશરે ૧૦ મીટર ઊંડો ખાડો પડ્યો હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


ઉત્તર પ્રદેશમાં મેરઠથી પ્રયાગરાજ સુધી બાંધવામાં આવેલા ૩૬,૨૩૦ કરોડ રૂપિયાના ગંગા એક્સપ્રેસવે પર મોટા પાયે ખાડા છુપાવવા માટે ઉન્નાવમાં કાર્પેટનો ઉપયોગ થતો દર્શાવતો એક વિડિયો સામે આવ્યો છે. આ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન એપ્રિલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મુદ્દે કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે BJP સરકાર દેશને ઊધઈની જેમ ખાઈ રહી છે, અક્ષમ અને ભ્રષ્ટ તંત્રે ૭ ફુટનો ખાડો કાર્પેટોથી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઑગસ્ટમાં ભારે વરસાદ પછી કિલોમીટર ૪૨૧ નજીક આશરે ૧૦ મીટર ઊંડો ખાડો પડ્યો હતો. આ ક્ષતિગ્રસ્ત ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ પૅચવર્ક પર નવી તિરાડો પડી હોવાનું નોંધાયું હતું. આ તિરાડોને ઢાંકવા માટે કાર્પેટો બિછાવી દેવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 11:28 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK