Canada confesses presence of Khalistan Extremists: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ, કેનેડાએ હવે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ દેશમાં આશ્રય લીધો છે. નેડાની મુખ્ય ગુપ્તચર એજન્સી CSIS એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાન...
માર્ક કારની, પ્રતીકાત્મક તસવીર અને નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ, કેનેડાએ હવે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાન તરફી આતંકવાદીઓએ દેશમાં આશ્રય લીધો છે.
પહેલી વાર, કેનેડાની મુખ્ય ગુપ્તચર એજન્સી, કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (Canadian Security Intelligence Service) એ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે ખાલિસ્તાન તરફી આતંકવાદીઓ ભારતમાં યોજના બનાવવા, ભંડોળ એકત્ર કરવા અને હિંસા ભડકાવવા માટે કેનેડિયન ભૂમિનો ઉપયોગ કરી રહ્યા છે. CSIS એ બુધવારે તેનો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો.
ADVERTISEMENT
કેનેડિયન ગુપ્તચર એજન્સી CSIS ના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, "ખાલિસ્તાની ઉગ્રવાદીઓ મુખ્યત્વે ભારતમાં હિંસાનું આયોજન કરવા, ભંડોળ પૂરું પાડવા અથવા ભડકાવવા માટે કેનેડાનો ઉપયોગ આધાર તરીકે કરવાનું ચાલુ રાખે છે."
ભારત હંમેશા ચેતવણી આપતું રહ્યું છે
ભારત વર્ષોથી કેનેડાને ચેતવણી આપી રહ્યું છે કે તે ખાલિસ્તાની આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે, પરંતુ કેનેડાએ આંખ આડા કાન કર્યા છે. CSIS રિપોર્ટ કહે છે કે કેનેડા ભારત વિરોધી તત્વો માટે સલામત આશ્રયસ્થાન બની ગયું છે.
આ સાથે, એજન્સીએ એમ પણ કહ્યું છે કે હવે અમને ખબર પડી છે કે ભારત દ્વારા વર્ષોથી વ્યક્ત કરવામાં આવતી ચિંતાઓ સાચી હતી. અહેવાલમાં જણાવાયું છે કે 1980 ના દાયકામાં, કેનેડામાં રાજકીય રીતે પ્રેરિત હિંસક ઉગ્રવાદ (PMVE) નો ખતરો મુખ્યત્વે કેનેડિયન ભૂમિ પર ઉદ્ભવતા ઉગ્રવાદથી આવ્યો હતો.
નવી દિલ્હી અને ઓટાવા વચ્ચેના કડવા રાજદ્વારી વિવાદના મહિનાઓ પછી ભારત અને કૅનેડા મંગળવારે એકબીજાની રાજધાનીઓમાં રાજદૂતોને પુનઃસ્થાપિત કરવા સંમત થયા હતા. કૅનેડામાં ગ્રુપ ઑફ સેવન (G7) સમિટ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીને મળ્યા હતા અને તેમની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. ગયા વર્ષે કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ જાહેરમાં કૅનેડિયન ભૂમિ પર સિખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. આ આરોપને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો. આ પછી નવી દિલ્હી અને ઓટાવાએ એકબીજાના રાજદૂતોને દેશ છોડવા આદેશ આપ્યો હતો. કૅનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીએ માર્ચમાં હોદ્દો સંભાળ્યો હતો અને તેમણે G7 સમિટમાં વડા પ્રધાન મોદીને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. બન્ને નેતાઓએ સમિટની સાઇડલાઇન્સમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને સંમત થયા હતા કે બન્ને દેશો નવા હાઈ કમિશનરોની નિમણૂક કરશે.
G7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવું એ એક મહાન સન્માન છે એમ જણાવીને કૅનેડાના વડા પ્રધાન કાર્નીએ કહ્યું કે ઊર્જા સુરક્ષા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ભવિષ્યથી લઈને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સામેની લડાઈ સુધીના મુદ્દાઓ પર આપણે સાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.

