આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારો પર થતી અસરો પ્રત્યે સતર્ક રહીશું અને બજાર સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સહિત સંકલન કરવા તૈયાર રહીશું
G7 સમિટમાં ઑફિશ્યલ ફોટોસેશન દરમ્યાન (ડાબેથી) યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ઍન્ટોનિયો કોસ્ટા, જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા, ઇટલીનાં પ્રાઇમ મિનિસ્ટર જ્યૉર્જિયા મેલોની, ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ ઉર્સુલા વૉન દેર લેયેન.
કૅનેડામાં યોજાયેલી કૅનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જપાન, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા મળીને G7 દેશના નેતાઓની બેઠકમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં આ દેશોએ ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ઇઝરાયલની સુરક્ષા માટે તેમના સમર્થનનો પુનરુચ્ચાર કર્યો હતો.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમે ખાતરી આપીએ છીએ કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ઈરાન પ્રાદેશિક અસ્થિરતા અને આતંકનો મુખ્ય સ્રોત છે. અમે સતત સ્પષ્ટ રહ્યા છીએ કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર રાખી ન શકે. અમે G7ના નેતાઓ મિડલ-ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરીએ છીએ. અમે નાગરિકોના રક્ષણના મહત્ત્વનો પણ પુનરુચ્ચાર કરીએ છીએ. અમે વિનંતી કરીએ છીએ કે ઈરાની કટોકટીનો ઉકેલ ગાઝામાં યુદ્ધવિરામ સહિત મિડલ-ઈસ્ટમાં દુશ્મનાવટને વ્યાપક રીતે ઘટાડી શકે. અમે આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારો પર થતી અસરો પ્રત્યે સતર્ક રહીશું અને બજાર સ્થિરતાને સુરક્ષિત રાખવા માટે સમાન વિચારધારા ધરાવતા ભાગીદારો સહિત સંકલન કરવા તૈયાર રહીશું.’
ADVERTISEMENT
કૅનેડાના ઍલ્બર્ટામાં મળેલી G7 સમિટમાં ઑફિશ્યલ ફોટોસેશન દરમ્યાન (ડાબેથી) યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ઍન્ટોનિયો કોસ્ટા, જપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબા, ઇટલીનાં પ્રાઇમ મિનિસ્ટર જ્યૉર્જિયા મેલોની, ફ્રેન્ચ પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉન, કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ, બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ અને યુરોપિયન કમિશન પ્રેસિડન્ટ ઉર્સુલા વૉન દેર લેયેન.

