Business Proposal On Tissue Paper : ટિસ્યૂ પેપર પર લખીને રેલવે પ્રધાનને બિઝનેસ પ્રસ્તાવ આપ્યો, માત્ર છ જ મિનિટમાં મંત્રાલયમાંથી ફોન આવ્યોને પછી ઓફર મળી!
રેલવે પ્રધાન અશ્ચિની વૈષ્ણવની ફાઇલ તસવીર
જો સાચા દિલથી મહેનત કરવામાં આવે તો તે ક્યારેય વ્યર્થ નથી જતી. આ બાબત એક ઉદ્યોગસાહસિકને સંપૂર્ણ રીતે અનુકૂળ આવે છે. કારણકે એક મુસાફરે ફ્લાઈટમાં ટિસ્યૂ પેપર પર લખીને પોતાનો બિઝનેસ આઈડિયા (Business Proposal On Tissue Paper) રેલવે પ્રધાન સાથે શૅર કર્યો, ત્યાર બાદ ઈસ્ટર્ન રેલ્વેએ તે પેસેન્જર સાથે મીટિંગ કરી. બોલો આનેક હેવાય ને કિસ્મત!
અક્ષય સતનાલીવાલા નામનો એક ઉદ્યોગસાહસિક લાંબા સમયથી પોતાના બિઝનેસ આઈડિયાને અમલમાં મૂકવા માગતો હતો, પરંતુ ઘણી સમસ્યાઓના કારણે તે શક્ય બન્યું ન હતું. કોલકતા (Kolkata)ની ફ્લાઈટમાં તે અચાનક રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)ને મળ્યો ત્યારે તેના માટે આ કાર્ય સરળ બની ગયું.
ADVERTISEMENT
રેલવે પ્રધાન અશ્ચિની વૈષ્ણવ અને અક્ષય સતનાલીવાલા બીજી ફેબ્રુઆરીના રોજ એક જ ફ્લાઈટમાં દિલ્હી (Delhi)થી કોલકાતા જઈ રહ્યા હતા. ફ્લાઇટમાં કેન્દ્રીય પ્રધાનને જોયા પછી, તે તેમની સાથે તેમના વ્યવસાયિક વિચાર વિશે વાત કરવાથી પોતાને રોકી ન શક્યો, જે લાંબા સમયથી તેના મગજમાં હતું. પરંતુ ફ્લાઇટમાં પ્રોટોકોલ અને કડક સુરક્ષાના કારણે તે રેલવે પ્રધાન સુધી પહોંચી શક્યો ન હતો. ઘણા પ્રયત્નો પછી, આખરે તેણે એક ટિસ્યૂ પેપર પર પોતાનો બિઝનેસ પ્રસ્તાવ લખ્યો અને ઘણા પ્રયત્નો પછી, ઉદ્યોગસાહસિક તે ટિસ્યૂ પેપર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને આપવામાં સફળ થયો.
ટિસ્યૂ પેપર પર લખ્યું હતું કે, પ્રિય સાહેબ, ‘હું M/S Eastern Organic Fertilizer Pvt Ltd નું પ્રતિનિધિત્વ કરું છું જે પશ્ચિમ બંગાળ રાજ્યની સૌથી મોટી ઘન કચરા વ્યવસ્થાપન કંપનીમાંની એક છે. સાહેબ, જો તમે પરવાનગી આપો તો, હું જણાવવા માંગુ છું કે કેવી રીતે રેલવે સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બની શકે છે...અને આપણા વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ યોગદાન આપી શકે છે.’
જ્યારે ફ્લાઇટ પૂરી થઈ અને ઉદ્યોગસાહસિક કોલકત્તા ઉતર્યો ત્યારે માત્રને માત્ર છ મિનિટમાં સતનાલીવાલાને પૂર્વ રેલવે મુખ્યાલયના જનરલ મેનેજરની ઑફિસમાંથી ફોન આવ્યો. પૂર્વ રેલવેના જનરલ મેનેજર મિલિંદ કે દેઉસ્કરે માલના પરિવહનની ચર્ચા કરવા માટે સતનાલીવાલા સાથે બેઠકનું આયોજન કર્યું હતું. સતનાલીવાલા વેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો ડાયરેક્ટર છે.
મિલિંદ કે દેઉસ્કર અને અક્ષય સતનાલીવાલા વચ્ચે ઈસ્ટર્ન રેલવે હેડક્વાર્ટરમાં થયેલી બેઠકમાં ઈસ્ટર્ન રેલવેના અન્ય અધિકારીઓ હાજર હતા. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્યોગસાહસિકે છત્તીસગઢ (Chhattisgarh)ના રાયપુર (Raipur) અને ઓડિશા (Odisha)ના રાજગંગાપુર (Rajgangapur) અને અન્ય ક્લસ્ટરો જેવા દેશના ઘણા ભાગોમાં ઇનપુટ અને ઘન કચરાના આયોજિત પ્રવાહ વિશે માહિતી આપી હતી.
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર ઉદ્યોગસાહસિકના વ્યવસાયિક વિચારને પ્રતિસાદ આપતા, પરિવહનના સસ્તા માધ્યમ તરીકે રેલવે માર્ગ દ્વારા ઘન અને અન્ય કચરો સામગ્રીના પરિવહન માટે લવચીક શરતો ઓફર કરી છે. રેલ્વે માર્ગ દ્વારા આટલા મોટા પ્રમાણમાં ઘન અને પ્લાસ્ટિક કચરાનું પરિવહન કરવાથી કચરાને ડમ્પ કરવામાં મદદ મળશે, જેનાથી પ્રદૂષણમાં ઘટાડો થશે.
ઈસ્ટર્ન રેલવેએ કહ્યું કે, તે કલ્પનાની બહાર છે કે ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે કોઈ પેસેન્જર, ટિસ્યૂ પેપર પર એક સરળ અપીલનો જવાબ આપીને, નવા વ્યવસાયિક સંબંધો માટે એક મોટું અને અસરકારક બિઝનેસ મૉડલ શેર કરે છે. તેમણે કહ્યું કે, અમે આ પ્રયાસથી ખુશ છીએ અને કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે વધુ મદદ માટે રેલવે પ્રધાનનો સંપર્ક કરી શકે છે.