સામાન્ય ટ્રેડિંગ સવારે ૯.૧૫-૩.૩૦ વાગ્યા સુધી છે. ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સ (F&O) અને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ પણ ટ્રેડ થશે.
નિર્મલા સીતારમણ
પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવવાનું હોવાથી બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) બન્ને નૉર્મલ સમયે ખુલ્લાં રહેશે અને લાઇવ ટ્રેડિંગ-સત્ર ચલાવશે. વર્ષ ૨૦૦૦ પછી પહેલી વાર રવિવારે બજેટ રજૂ કરવામાં આવશે.
શૅરબજાર સામાન્ય રીતે રવિવારે બંધ રહે છે, પરંતુ નાણાપ્રધાન કેન્દ્રીય બજેટ રજૂ કરશે તેથી NSE અને BSE બજેટના દિવસ માટે ખુલ્લાં રહેશે. પ્રી-ઓપન સવારે ૯.૦૦-૯.૦૮ વાગ્યે છે, સામાન્ય ટ્રેડિંગ સવારે ૯.૧૫-૩.૩૦ વાગ્યા સુધી છે. ફ્યુચર ઍન્ડ ઑપ્શન્સ (F&O) અને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ પણ ટ્રેડ થશે.
ADVERTISEMENT
શૅરબજારની રજાઓ
BSE અને NSEમાં ૧૬ રજાઓ હોય છે. પહેલા ભાગમાં હોળી (૩ માર્ચ), રામનવમી (૨૬ માર્ચ), ગુડ ફ્રાઇડે (૩ એપ્રિલ), આંબેડકર જયંતી (૧૪ એપ્રિલ) અને બકરી ઈદ (૨૮ મે)નો સમાવેશ થાય છે. બીજા ભાગમાં મોહરમ (૨૬ જૂન), ગણેશ ચતુર્થી (૧૪ સપ્ટેમ્બર), ગાંધી જયંતી (બીજી ઑક્ટોબર), દશેરા (૨૦ ઑક્ટોબર) અને દિવાળી (૧૦ નવેમ્બર)નો સમાવેશ થાય છે. ૨૦૨૬ની છેલ્લી રજા ૨૫ ડિસેમ્બરની નાતાલની છે.


