નિર્મલા સીતારમણે રેલવે માટે ૨,૫૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. આ રૂપિયામાંથી રેલવેને આધુનિક બનાવવા ઉપરાંત વંદે ભારત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે.
વંદે ભારત અને બુલેટ ટ્રેન
નિર્મલા સીતારમણે રેલવે માટે ૨,૫૨,૦૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી. આ રૂપિયામાંથી રેલવેને આધુનિક બનાવવા ઉપરાંત વંદે ભારત, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવામાં આવશે. નવી ટ્રેન અને કોચ માટે ૪૫,૫૩૦ કરોડ રૂપિયા, નવી રેલવેલાઇન માટે ૩૨,૨૩૫ કરોડ રૂપિયા, રેલવેની સિંગલ લાઇનને ડબલ કરવા માટે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રેલવેલાઇનના ગેજ બદલવા માટે ૪૫૫૦ કરોડ રૂપિયા અને યાર્ડના આધુનિકીકરણ સહિતના કામ માટે ૮૬૦૧ કરોડ રૂપિયા, રેલવેલાઇનને અદ્યતન બનાવવા માટે ૨૨,૮૦૦ કરોડ રૂપિયા, રેલવે સિગ્નલ અને ટેલિકૉમ માટે ૬૮૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, રેલવેના પુલ, ટનલ સહિતના નવા બાંધકામ માટે ૨૧૬૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર માટે ૬૬૪૦ કરોડ
મહારાષ્ટ્રના રેલવે પ્રોજેક્ટ માટે બજેટમાં ૬૬૪૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આમાંથી પુણે મેટ્રો માટે ૮૩૭ કરોડ, મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલવે (બુલેટ ટ્રેન)ના ચાર પ્રોજેક્ટ માટે ૪૦૦૩ કરોડ રૂપિયા અને મુંબઈ મેટ્રો માટે ૧૬૭૩.૪૧ કરોડ રૂપિયા વાપરવામાં આવશે.

