Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Budget 2021 : ટૅક્સ સિસ્ટમમાં ન કોઇ છૂટ ન કોઇ પરિવર્તન

Budget 2021 : ટૅક્સ સિસ્ટમમાં ન કોઇ છૂટ ન કોઇ પરિવર્તન

01 February, 2021 01:44 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Budget 2021 : ટૅક્સ સિસ્ટમમાં ન કોઇ છૂટ ન કોઇ પરિવર્તન

  તસવીર સૌજન્ય - એએનઆઈ

તસવીર સૌજન્ય - એએનઆઈ


12.55 PM

અત્યારે ટેક્સ રિએસેસમેન્ટ 6 વર્ષ અને ગંભીર મુદ્દે 10 વર્ષ પછી પણ કેસ ખોલી શકાય છે. તેને હવે ઘટાડીને 3 વર્ષ કરવામાં આવી રહ્યા છે. ગંભીર મુદ્દે હવે એક વર્ષમાં 50 લાખથી વધારે ઈન્કમ છુપાવવાની વાત હશે તો 10 વર્ષ સુધી કેસ ઓપન કરી શકાશે જેની પરવાનગી કમિશનર આપશે. 85 હજાર કરોડ રૂપિયાના ટેક્સ ડિસ્પ્યૂટ તાજેતરમાં જ ખતમ થયા છે. ટૅક્સને લગતા પ્રશ્નો ઉકેલવા માટે ખાસ ડિસ્પ્યૂટ રિઝોલ્યુશન કમિટી બનાવવામાં આવશે, 50 લાખ સુધીની આવક અને 10 લાખ સુધીની વિવાદિત ઈનકમ વાળા લોકો આ કમિટીની મદદ લઇ શકશે. નેશનલ ફેસલેસ અપીલેટ ટ્રિબ્યૂનલ બનશે.અત્યારે જો ટર્નઓવર 1 કરોડથી વધારે થઈ જાય તો ટેક્સ ઓડિટ કરવાનું થશે. 95% ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરનાર માટે આ છૂટ વધારીને ગઈ વખતે 5 કરોડ ટર્નઓવર કરવામાં આવ્યું હતું. તેને વધારીને હવે 10 કરોડ કરાયું છે.



12.45 PM


NRI લોકોને ટેક્સ ભરવામાં ઘણી મુશ્કેલી થાય છે, પરંતુ હવે આ વખતે તેમને ડબલ ટેક્સ સિસ્ટમથી છુટ આપવામાં આવી રહી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે સ્ટાર્ટ અપને જે ટેક્સ આપવામાં પ્રારંભિક છુટ આપવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

12.40 PM


એફોર્ડેબલ હાઉસિંગ પર વ્યાજ છૂટ 1 વર્ષ સુધી વધી. હોમ લોન પર વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. હવે અફોર્ડેબલ ઘર માટે વ્યાજમાં 1.5 લાખ રૂપિયાની એક્સ્ટ્રા છૂટ 31 માર્ચ 2022 સુધી રાખવામાં આવી છે. N, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સેક્ટરની મદદથી 100 નવી સૈનિક શાળાઓની શરૂઆત થશે. સહકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છૂટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે. 

12.30 PM

ટેક્સ પર મોટી જાહેરાત- 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને નહીં ભરવું પડે IT રિટર્ન. એનઆરઆઇઓના ટેક્સને લગતા પ્રશ્નો ઓનલાઇન ઉકલેવામાં આવશે.નાણા મંત્રીએ સીનિયર સિટિઝન્સ માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પેન્શન, વ્યાજથી થનારી આવક પર ITR નહીં ભરવું પડે. 

12.28 PM

નિમોકોક્કલ વેક્સિન સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવશે. તેમાં 50 હજાર બાળકોના દર વર્ષે જીવ બચાવવામાં આવશે.64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે, આ જ બજેટમાં નવી બીમારીઓનો ઈલાજ કરવામાં આવશે.602 જિલ્લામાં ક્રિટિકલ કેર હોસ્પિટલ શરૂ કરાશે. નેશનલ સેન્ટર ફોર ડિસીજ કંટ્રોલને મજબૂત કરવામાં આવશે.ઈન્ટીગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પોર્ટલ શરૂ કરવામાં આવશે જેથી પબ્લિક હેલ્થ લેબ્સને કનેક્ટ કરાશે. 15 હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર્સ શરૂ કરવામાં આવશે.

12.20 PM

વીમા કંપનીઓમાં FDIને વધારવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, વર્ષ 2021-22માં LICનો IPO લાવવામાં આવશે.  ઈન્સ્યોરન્સ એક્સ 1938માં ફેરફાર કરાશે. ઈન્સ્યોરન્સ સેક્ટરમાં એફડીઆઈને 49%થી વધારીને 74% કરવામાં આવશે.IDBI સાથે સાથે બે બેન્ક અને એક પબ્લિક સેક્ટર કંપનીમાં રોકાણ કરવામાં આવશે. તે માટે કાયદામાં ફેરફાર કરવામાં આવશે. LIC માટે IPO પણ લાવવામાં આવશે. સરકારી બેન્કોમાં 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. બેન્કોને એનપીએમાંથી છૂટકારો અપાવવા માટે રિકન્સ્ટ્રક્શન કંપની અને એસેટ મેનેજમેન્ટ કંપની બનાવામાં આવશે.

12.15 PM

નાણા મંત્રીએ કહ્યું કે, દેશમાં પાંચ મોટા ફિશિંગ હબ બનાવવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, FY22 માટે 16.5 લાખ કરોડની ફાર્મ ક્રેડિટ લક્ષ્ય છે.નિર્મલા સીતારમણે  રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પર 40 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાની માહિતી આપી. 2021-22માં એગ્રીકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.

12.10 PM

ખેડૂતોના હિત માટે સરકાર કાર્યરત છે તેમ જણાવી નિર્મલા સિતારમણે કહ્યું કે, ખેડૂતોને MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. માઈક્રો ઈરિગેશનની ફાળવણી બમણી કરી 10,000 કરોડ કરવામાં આવી છે. 

12.03 PM

રેલવેએ નેશનલ રેલ પ્લાન 2030 બનાવ્યો છે. જેથી  ભવિષ્ય માટે રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટાડી શકાય. જૂન 2022 સુધી ઈર્સ્ટન અને વેર્સ્ટન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર કરી શકાય. વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને બહેતર અનુભવ મળે. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલોપ થશે. 1.10 લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યાં છે. 1.07 લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.

11.50 AM

પબ્લિક બસો માટે 18,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.પ્રાઇવેટ સેક્ટરથી 30 હજાર બસો લઈને સંચાલન કરવામાં આવશે. નાણા મંત્રીએ કહ્યું કે, શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0ને 2021-2026થી પાંચ વર્ષની અવધિમાં 1,41,678 કરોડ રૂપિયાની કુલ નાણાકીય ફાળવણી કરવામાં આવશે. 

11.45. AM

શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. 20 હજાર બસો તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે. 702 કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. 27 શહેરોમાં કુલ 1016 કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ઓછા ખર્ચે ટિયર-2 શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.કોચ્ચિમાં મેટ્રોમાં 1900 કરોડના ખર્ચે 11 કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં 63 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 180 કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.બેંગલુરુમાં પણ 14788 કરોડ રૂપિયાના ખર્ચે 58 કિમી લાંબી મેટ્રો લાઈન બનશે. નાગપુર 5976 કરોડ અને નાસિકમાં 2092 કરોડથી મેટ્રો બનશે.

11.40 AM

માર્ચ, 2022 સુધીમાં 8,500 km હાઈવે ઓર્ડર આપીશું. ઉજ્જવલા યોજના વધુ 1 કરોડ લોકો માટે. 2023 સુધીમાં બ્રોડ ગેજનું પુરેપુરું વિજળીકરણ કરાશે. દેશમાં રોડ અને મેટ્રો નેટવર્ક માટે 11 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ આ વર્ષે ચૂંટણી થનાર 4 રાજ્યો તમિલનાડુ, કેરણ, બંગાળ અને આસામમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 2.27 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. તેમાં બંગાળ કરતા વધારે ફોકસ તમિલનાડુ પર 

11.30 AM

 નિર્મલા સીતારમણએ કહ્યું, નેશનલ મોનેટાઈઝેશન સ્કીમ લોન્ચ કરવાની વાત કરી.આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ માટે 25 હજાર કરોડની ફાળવણી. 1,100 કિલોમિટરનો રાજમાર્ગ કેરળમાં બનાવાશે. રેલવેએ પણ રાષ્ટ્રિય રેલ યોજના બનાવી છે. રેલ્વેને ખર્ચ માટે 1.1 કરોડ રૂપિયાન ફાળવણી. 

11.25 AM

 બજેટમાં વોલેન્ટરી વેહિકલ સ્ક્રેપેજ પોલિસીની જાહેરાત. નાણાંમંત્રીએ જણાવ્યું કે જળ જીવન મિશન માટે `2.87 લાખ કરોડ મિશન પોષણ 2.0' લોન્ચ કરીશું. જળ જીવન મિશન હેઠળ 2.86 કરોડ ઘર આવરી લેવાશે. હેલ્થ સેક્ટર માટે લૉન્ચ થશે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ થશે.

11.20 AM

બજેટના પહેલા ભાગમાં AatmanirbharBharatનું વિઝન રહેલું છે તેવું નાણાંમંત્રીનું વિધાન

11.15 AM

Covid-19 વેક્સિન માટે આ વર્ષે બજેટમાં 35000 કરોડની ફાળવણી. ન્યુટ્રીશિયન પર ભાર આપવામાં આવશે. મિશન પોષણ 2.0 શરૂ કરવામાં આવશે. શહેરી સ્વચ્છ ભારત મિશન પર 1.48 લાખ કરોડ 5 વર્ષમાં ખર્ચ કરાશે. 

11.10 AM

આત્મનિર્ભર પેકેજથી સુધારાને વેગ મળ્યો. બીજી બે કોવિડ વેક્સીન ટૂંક સમયમાં આવશે.

11.05

બજેટ 2021 રજૂ કરતા નિર્મલા સીતારમણ : પોલિટિકલ ઈકોનોમિક સ્ટ્રક્ચરમાં ફેરફાર થયો.નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆત કરી દીધી છે. કોરોના આવ્યા પછી આ પહેલીવાર સામાન્ય બજેટ પસાર થઈ રહ્યું છે. કોરોનાને ધ્યાનમાં રાખીને ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

10.45 AM

બજેટ પહેલાં શૅર માર્કેટમાં તેજીનો માહોલ વર્તાઇ રહ્યો છે. 

10.15 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બજેટની સોફ્ટ કોપી સોંપ્યા પછી સંસદ ભવન પહોંચી ચૂક્યાં છે. અહીં કેબિનેટની બેઠક યોજાશે, જેમાં બજેટને મંજૂરી અપાશે. ત્યારપછી 11 વાગ્યે નાણામંત્રી બજેટ રજુ કરશે.

10.05 AM

નાણાં મંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને તેમને બજેટની સોફ્ટ કૉપી સોંપી

11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરતા પહેલા તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે. આ તેમનું ત્રીજું બજેટ હશે. આ બજેટથી સામાન્ય લોકો અને વેપારી જગત બન્નેને ઘણી આશા છે.  ગત વર્ષે 18 ડિસેમ્બરે તેમણે કહ્યું હતું કે આ વખતનું બજેટ છેલ્લાં 100 વર્ષમાં ન આવ્યું હોય એવું હશે. 29 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં આના માટે ઘણા સંકેત આપવામાં આવ્યા છે. લોકોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. 

આ વર્ષે બજેટ મેઇડ ઇન ઇન્ડિયા ટૅબમાં રજુ થશે. આ વર્ષે જુના બહી ખાતાને બદલે નાણા મંત્રી ટેબના માધ્યમથી સંસદમાં યૂનિયન બજેટ રજૂ કરવાનાં છે. 

બજેટ રજુ થતા પહેલા નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,બજેટ લોકોની આશાના અનુરૂપ જ રહેશે. સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ના મંત્ર પર જ કામ કરી રહી છે. બજેટથી આત્મનિર્ભર ભારત પેકેજને નવી દિશા મળશે. સાથે જ આપણે કોરોના મહામારીને અટકાવવા અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં સફળ થશું.

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2021 01:44 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK