ઈ-મેઇલ બાદ અધિકારીઓએ એક ફરિયાદ દાખલ કરી હતી. ધમકીભરી ઈ-મેઇલ બાદ મોટા પાયે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને ઈ-મેઇલમાં આ ધમકી મળી હતી. ધમકીને પગલે મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. મેઇલમાં લખ્યું હતું કે ‘વધારી દો મંદિરની સુરક્ષા. જો એવું નહીં થાય તો રામમંદિરને બૉમ્બથી ઉડાડી દેવામાં આવશે.’
ઈ-મેઇલ બાદ અધિકારીઓએ એક ફરિયાદ દાખલ કરી હતી. ધમકીભરી ઈ-મેઇલ બાદ મોટા પાયે સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
એ દરમ્યાન બારાબંકી ચંદૌલી સહિત અન્ય જિલ્લામાં પણ બૉમ્બની ધમકીની આવી ઈ-મેઇલ મળી હતી. પોલીસતપાસમાં સામે આવ્યું હતું કે આ ધમકીભરી ઈ-મેઇલ તામિલનાડુથી કરવામાં આવી હતી. સાઇબર સેલ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

