નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં બિહારમાં મખાણા બોર્ડની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી જેનો ફાયદો બિહારના ખેડૂતોને મળશે.
નરેન્દ્ર મોદીને મખાણાનો હાર પહેરાવીને આભાર માન્યો બિહારી સંસદસભ્યોએ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં બિહારમાં મખાણા બોર્ડની સ્થાપના કરવાની જાહેરાત કરી હતી જેનો ફાયદો બિહારના ખેડૂતોને મળશે. એટલે બિહારના ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ સહિતના સંસદસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ગઈ કાલે દિલ્હીમાં મળ્યા હતા ત્યારે તેમણે રાજ્યને મખાણા બોર્ડની ભેટ આપવા બદલ મખાણાનો હાર પહેરાવીને આભાર વ્યક્ત કર્યો હતો.

