ભુતાનના વડાએ સમગ્ર પરિસરનો પરિચય મેળવ્યો હતો અને લગભગ બે કલાક મંદિરમાં રહ્યા હતા
ભુતાનના વડા પ્રધાન દાસો શેરિંગ ટોબગે
ભુતાનના વડા પ્રધાન દાસો શેરિંગ ટોબગે ગઈ કાલે તેમનાં પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા. બન્નેએ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. સવારે ૧૦ વાગ્યે મંદિરમાં પહોંચેલા ભુતાનના વડાએ સમગ્ર પરિસરનો પરિચય મેળવ્યો હતો અને લગભગ બે કલાક મંદિરમાં રહ્યા હતા.

ADVERTISEMENT
તેમણે રામદરબારનાં પણ દર્શન કર્યાં હતાં. એ પછી કુબેર ટીલા, જટાયુ અને સપ્તમંડપમનાં મંદિરોમાં પણ દર્શન કર્યાં હતાં.


