Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લગ્ન મંડપમાંથી ભાગ્યો દુલ્હો, 20 કિમી દૂરથી પકડી લાવી દુલ્હન અને પછી થયું આમ...

લગ્ન મંડપમાંથી ભાગ્યો દુલ્હો, 20 કિમી દૂરથી પકડી લાવી દુલ્હન અને પછી થયું આમ...

23 May, 2023 04:23 PM IST | Bareilly
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બરેલીની યુવતીને અઢી વર્ષથી બદાયૂંના યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીના ઘરવાળાને આની ખબર પડી તો બન્નેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો, આ વચ્ચે હવે એક ટ્વિસ્ટ આવી ગયો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બરેલીથી (Bareilly) એક અનોખી ઘટના સામે આવી છે. અહીંથી એક પ્રેમી જોડાની લવસ્ટોરીમાં જબરજસ્ત ટ્વિસ્ટ જોવા મળ્યો છે, જ્યારે આ બન્ને મંદિરમાં લગ્ન કરવા માટે પહોંચ્યા. બન્ને મંદિરમાં લગ્નની તૈયારી કરી રહ્યા હતા, આ દરમિયાન પ્રેમીનો લગ્ન કરવાનો મૂડ બદલાઈ ગયો. પછી તક જોતા પ્રેમી ત્યાંથી રફૂચક્કર થઈ ગયો, પણ પ્રેમિકા પણ ક્યાં પાછળ રહી જાય તેવી હતી. તે પ્રેમીને આ વખતે છોડવાના વિચારમાં નહોતી. તેણે તેનો પીછો પકડ્યો અને 20 કિમી દૂર જઈને તેણે પ્રેમીને પકડી પાડ્યો અને પછી અડધે રસ્તે જ બસમાંથી ઉતારીને તેને ફરી મંદિરમાં લઈ આવી અને બન્નેએ લગ્ન કર્યાં.

બરેલીમાં જૂના શહેરની રહેવાસી છોકરીનું અઢીવર્ષથી બિસૌલી બદાયૂંના યુવક સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવતીના ઘરવાળાને આની ખબર પડી ગઈ. ત્યાર બાદ બન્નેએ મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. સોમવારે બરેલીના રામનગર રોડ સ્થિત ભૂતેશ્વરનાથ મંદિરમાં યુવતીના ઘરવાળાની હાજરીમાં તેમના લગ્ન કરાવવાની તૈયારી કરવામાં આવી. લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ. યુવતી પોતાના પ્રેમી સાથે સજી-ધજીને ફેરા લેવા માટે મંદિરના મંડપમાં પહોંચી ગઈ, પણ ત્યારે પ્રેમીનો મૂડ એકાએક બદલાઈ ગયો અને તેને તક ઝડપીને ભાગી ગયો.



દુલ્હાનો 20 કિમી સુધી કર્યો પીછો
પ્રેમિકાને જ્યારે આ ખબર પડી કે દુલ્હો બસમાંથી બેસીને ભાગી ગયો તો તે પણ તેની પાછળ લાગી ગઈ. 20 કિમી સુધી પીછો કર્યા બાદ પ્રેમિકા તે બસ સુધી પહોંચી ગઈ, જેના પછી તેણે અધવચ્ચે બસ થોભાવી અને પ્રેમીને બસમાં પકડી લીધો. ત્યાર બાદ તે પ્રેમીને પાછો મંદિરમાં લઈ આવી અને તેની સાથે જબરજસ્તી લગ્ન પણ કરી લીધા. પ્રેમી એ કહીને ભાગી રહ્યો હતો કે તે માને બિસૌલીથી લાવી રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
બન્નેનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં મંદિરમાં ઘરવાળા સાથે બેઠેલી દુલ્હન ઘણો સમય સુધી પ્રેમી સાથે ફેરા ફરવાની રાહ જોઈ રહી. વધારે મોડું થતાં દુલ્હા સાથે ફોન પર વાત કરી, તો તેણે જણાવ્યું કે તે પોતાની માને બોલાવવા બિસૌલી બસથી જઈ રહ્યો છે. પ્રેમીની લોકેશન પૂછ્યા બાદ પ્રેમિકાએ લગભગ 20 કિલોમીટર દૂર ભમોરા બસ સ્ટેન્ડ પહોંચી. આ દરમિયાન લગભગ 2 કલાક સુધી બન્ને વચ્ચે હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલતો રહ્યો.

આ પણ વાંચો : Mumbai Train: શું ઈતિહાસ બની જશે મુંબઈ લોકલ ટ્રેન?! શરૂ થવાની છે વંદે ભારત મેટ્રો


બન્નેનાં ઝગડાને જોતા ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ એકઠાં થઈ ગયા. જેના પછી ભીડ પ્રેમી-પ્રેમિકાને લગ્ન કરવા માટે લઈ ગઈ અને લગ્ન માટે હામી ભરતા મંદિરમાં લગ્ન કર્યાં.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2023 04:23 PM IST | Bareilly | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK