Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > SBI સહિતની અનેક બૅન્કોની સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ વ્યાજદર ૭.૧૦ ટકા મળશે

SBI સહિતની અનેક બૅન્કોની સ્પેશ્યલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ વ્યાજદર ૭.૧૦ ટકા મળશે

Published : 03 June, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) સહિત અનેક બૅન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં સ્પેશ્યલ સ્કીમ આપવાની શરૂઆત કરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI) સહિત અનેક બૅન્કોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં સ્પેશ્યલ સ્કીમ આપવાની શરૂઆત કરી છે જેમાં વ્યાજદર ૭.૧૦થી ૮ ટકા સુધી મળશે. SBI અમૃત વૃષ્ટિ સ્કીમમાં ૪૪૪ દિવસ માટે FD માટે સામાન્ય નાગરિકોને ૬.૪૫ ટકા અને સિનિયર સિટિઝનોને ૬.૯૫ ટકા અને સુપર સિનિયર સિટિઝનોને ૭.૦૫ ટકા વ્યાજ મળશે. ૧૦૦૦ રૂપિયાથી ૩ કરોડ રૂપિયા આ FDમાં મૂકી શકાશે. સમય પહેલાં નાણાં કઢાવવામાં આવે તો પાંચ લાખ રૂપિયા સુધી ૦.૫ ટકા અને પાંચ લાખથી વધારે રકમ પર એક ટકો પેનલ્ટી લાગશે.

ઇન્ડિયન બૅન્કે પણ ૪૪૪ દિવસની સ્કીમ ઑફર કરી છે જેમાં સામાન્ય નાગરિકોને ૬.૬૦ ટકા અને સિનિયર સિટિઝનોને ૭.૧૦ ટકા અને સુપર સિનિયર સિટિઝનોને ૭.૩૫ ટકા વ્યાજ મળશે.
બૅન્ક ઑફ બરોડાએ ૪૪૪ દિવસની સ્કીમ બહાર પાડી છે જેમાં સામાન્ય નાગરિકોને ૬.૪૫ ટકા અને સિનિયર સિટિઝનોને ૬.૯૫ ટકા અને સુપર સિનિયર સિટિઝનોને ૭.૦૫ ટકા વ્યાજ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK