BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેના પ્રહાર
નિશિકાંત દુબે
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ ગુસ્સો વધી રહ્યો છે ત્યારે BJPના સંસદસભ્ય નિશિકાંત દુબેએ બંગલાદેશ પર પણ પ્રહાર કર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ઍક્સ’ પર લખ્યું છે કે ‘બંગલાદેશ પણ ખૂબ ખટપટ કરી રહ્યું છે. એનું પણ ગંગા નદીનું પાણી બંધ કરવાનો સમય આવી ગયો છે. એ આપણું પાણી પીને જીવશે અને ગુણગાન પાકિસ્તાનનાં ગાશે.’


