મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ૧૦ વર્ષ દેશના વડા પ્રધાન રહ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ત્રીજા કાર્યકાળની શરૂઆત કરતાં પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ભૂતપૂર્વ વડા પ્રધાનો ડૉ. મનમોહન સિંહ અને એચ. ડી. દેવ ગૌડાના આશીર્વાદ લીધા હતા. આ ત્રણેય નેતાઓ સાથે વડા પ્રધાને ફોન પર વાતચીત કરી હતી. કૉન્ગ્રેસ પ્રણિત યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ના કાર્યકાળમાં પ્રતિભા પાટીલ દેશનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બન્યાં હતાં. વળી મનમોહન સિંહ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ૧૦ વર્ષ દેશના વડા પ્રધાન રહ્યા હતા. જનતા દળ-યુનાઇટેડ (JD-U)ના નેતા એચ. ડી. દેવ ગૌડા પણ દેશના વડા પ્રધાન રહી ચૂક્યા છે.