મતગણતરીના દિવસે સવારે હરીશ રાવતના ઘરે ખાસ પૂજા પણ રાખવામાં આવી હતી
હરીશ રાવત
ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવત લાલકુંઆ બેઠક પરથી હારી ગયા હતા. બીજેપીના મોહન બિશ્ટે તેમને ૧૪,૦૦૦થી વધુ મતથી પરાજિત કર્યા હતા. મતગણતરીના દિવસે સવારે હરીશ રાવતના ઘરે ખાસ પૂજા પણ રાખવામાં આવી હતી. જોકે આ પૂજા ચૂંટણીમાં જીત મેળવવા માટે નહોતી, પણ તેમની મૅરેજ ઍનિવર્સરી માટે હતી. રાવત ઉત્તરાખંડમાં કૉન્ગ્રેસની જીત માટે આશાવાદી હતા. જોકે અંતિમ પરિણામો તેમના માટે નિરાશાજનક રહ્યાં છે.


