યમુના ખીણના સ્યાનચટ્ટીમાં યમુના નદીમાં કાટમાળ તણાઈ આવતાં બનેલા ૪૦૦ મીટર લાંબા અને ૩૦૦ મીટર પહોળા તળાવના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે
ખાડમાં બનેલા આ કૃત્રિમ તળાવને ખોલવાના પ્રયાસો ચાલુ છે
યમુના ખીણના સ્યાનચટ્ટીમાં યમુના નદીમાં કાટમાળ તણાઈ આવતાં બનેલા ૪૦૦ મીટર લાંબા અને ૩૦૦ મીટર પહોળા તળાવના પાણીના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. એને કારણે યમુનાનું વહેણ અટકી ગયું છે અને સ્યાનચટ્ટી શહેરમાં પાણી ભરાઈ ગયાં છે. ખતરો વધી જતાં વહેલી તકે તળાવને ખોલવા માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF), પોલીસ અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) સહિતની તમામ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચીને કામગીરી કરી રહી છે.
કાટમાળ અને મોટા પથ્થરોને કારણે તળાવના પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી શહેરમાં ઘરો અને હોટેલોમાં પાણી ઘૂસી ગયું હતું જેને કારણે ગભરાટ ફેલાયો હતો.
ADVERTISEMENT
ખાડમાં બનેલા આ કૃત્રિમ તળાવને ખોલવાના પ્રયાસો ચાલુ છે. હવામાન સ્વચ્છ હોવા છતાં ગુરુવારે કુપડા ખાડમાંથી ફરીથી કાટમાળ અને પથ્થરો વહેવા લાગ્યા હતા જેને કારણે નદીનો પ્રવાહ અટકી ગયો હતો. આના કારણે તળાવના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે શહેરમાં જળબંબાકાર થયો હતો.
સ્યાનચટ્ટીમાં બનેલો યમુનોત્રી હાઇવે પુલ પણ તળાવના વધતા પાણીના સ્તરમાં અડધો ડૂબી ગયો છે. આને કારણે રાહત અને બચાવટીમો આગળ વધી શકતી નથી, જે બચાવકાર્યમાં મોટો અવરોધ ઊભો કરી રહી છે.


