Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વારાણસીમાં રામલીલા માટે લાવવામાં આવેલો હાથી ગાંડો થયો

વારાણસીમાં રામલીલા માટે લાવવામાં આવેલો હાથી ગાંડો થયો

Published : 19 October, 2026 02:39 PM | IST | Varanasi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આઝમગઢથી ખાસ આવેલા આ હાથીએ પોતાના જ મહાવતને પટકી દીધો અને ઝાડ અને થાંભલા ઉખાડી દીધાઃં હાથીને કાબૂમાં લેવા માટે બે કિલોમીટરનો વિસ્તાર સીલ કરીને ૨૦૦ લોકો લાગ્યા કામે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


વારાણસીના પંચવટી મેદાનમાં રામલીલા માટે આઝમગઢથી લાવવામાં આવેલો એક હાથી ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે અચાનક બેકાબૂ થઈ ગયો હતો. હાથીએ વીજળીના થાંભલા, દીવાલો અને દુકાનો તોડી નાખી હતી, જ્યારે એણે મહાવતને એની સૂંઢથી ઉપાડીને નીચે ફેંકી દીધો હતો જેના કારણે ઘાયલ મહાવતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને ૫૦ ટાંકા લેવા પડ્યા હતા. 

કાશી વિશ્વનાથ મંદિરથી લગભગ ૯ કિલોમીટર દૂર આ ઘટના બની હતી. આ હાથીને કાબૂમાં લેવા માટે પોલીસે બે કિલોમીટરનો વિસ્તાર સીલ કરીને બૅરિકેડ્સ લગાવી દીધાં હતાં. વન વિભાગ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને લગભગ ૨૦૦ લોકો હાથીને કાબૂમાં લેવામાં રોકાયેલા હતા. સુરક્ષા કારણોસર રામનગર વિસ્તારમાં વીજળીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. હાથી બેકાબૂ થઈ જવાને કારણે રામલીલામાં ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ પણ ગઈ કાલે રાતે શરૂ થઈ શક્યું નહોતું. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 02:39 PM IST | Varanasi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK