વડા પ્રધાન મોદી અને તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાએ સાથે મળીને અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય રાજકારણમાં કામ કર્યું છે.
ગઈ કાલે ચેન્નઈમાં AIADMKના જનરલ સેક્રેટરી પલાનીસ્વામી અને તામિલનાડુના BJPના નેતા કે. અન્નામલાઈ સાથે મીડિયાને સંબોધતા અમિત શાહ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે તામિલનાડુની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમ્યાન અમિત શાહે ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK)ના નેતા પલાનીસ્વામી અને BJPના ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે આગામી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં AIADMK અને BJPના ગઠબંધનની જાહેરાત કરી હતી.
અમિત શાહે જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘BJP અને AIADMK વચ્ચે ગઠબંધનમાં રાષ્ટ્રીય સ્તર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. વળી તામિલનાડુમાં AIADMKના નેતાના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે. વડા પ્રધાન મોદી અને તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાએ સાથે મળીને અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય રાજકારણમાં કામ કર્યું છે.’
ADVERTISEMENT
અમે દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (DMK) માટે કોઈ મૂંઝવણ નથી રાખવા ઇચ્છતા તેથી જાહેરાત કરીએ છીએ કે અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે ચૂંટણી થશે એમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) ફરી પ્રચંડ બહુમત હાંસલ કરશે અને તામિલનાડુમાં એક વાર ફરી NDAની સરકાર બનશે.’
DMKએ કર્યાં અનેક કૌભાંડ : અમિત શાહ
તામિલનાડુની અંદર DMK પાર્ટી સનાતન ધર્મ, થ્રી લૅન્ગ્વેજ પૉલિસી અને અનેક મુદ્દા ઉઠાવી રહી છે જેનો ઉદ્દેશ મુખ્ય મુદ્દાથી ભટકાવવાનો છે એમ જણાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘આવનારી ચૂંટણીમાં DMK સરકારના ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દા પર તામિલનાડુની જનતા મત આપશે. DMK સરકારે ૩૯,૦૦૦ કરોડનું દારૂ કૌભાંડ, લૅન્ડ માઇનિંગ સ્કૅમ, એનર્જી સ્કૅમ, ફ્રી ધોતી સ્કૅમ, ટ્રાન્સપોર્ટ સ્કૅમ જેવાં અનેક કૌભાંડ કર્યાં છે જેનો જવાબ જનતા આપશે. તામિલનાડુની જનતા અસલી મુદ્દા જાણે છે અને અમે આ મુદ્દાને જનતાની વચ્ચે લઈ જઈશું. હું માનું છું કે તામિલનાડુની જનતા DMK પાસેથી જવાબ ઇચ્છે છે. આ ગઠબંધન પર્મનન્ટ રહેવાનું છે.’

