પોલીસે અત્યાર સુધી કુલ ૧૧૨ લોકોની ધરપકડ કરી છે
ખાલિસ્તાનવાદી નેતા અમ્રિતપાલ સિંહ
ખાલિસ્તાનવાદી નેતા અમ્રિતપાલ સિંહ અને તેના સાથીદારો સામે પોલીસ કાર્યવાહી મામલે શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)એ પંજાબ સરકારને નિર્દોષ સિખ યુવાનોની ધરપકડ બંધ કરવા માટે જણાવ્યું હતું. પોલીસે અત્યાર સુધી કુલ ૧૧૨ લોકોની ધરપકડ કરી છે. એસજીપીસીના અધ્યક્ષ હરજિંદર સિંહ ધામીએ કહ્યું હતું કે ‘કોઈ પણ આરોપ વિના યુવાનોની ધરપકડ રાજ્યના હિતમાં નથી. પંજાબના સિખ યુવાનોએ માત્ર રાજ્યની નહીં, પરંતુ દેશ અને વિશ્વની પ્રગતિમાં પણ યોગદાન આપ્યું છે. દુઃખની વાત એ છે કે સિખ યુવાનોને વારંવાર શંકાની નજરે જોવામાં આવે છે. વર્તમાન સરકાર પણ આવી જ ભૂલ કરી રહી છે.’

