Air Indiaની ફ્લાઇટ AI180 રાત્રે 12:45 વાગ્યે કોલકાતા ઍરપોર્ટ પર ઇમરજન્સીના ધોરણે લેન્ડ કરવામાં આવી હતી. ટેકનિકલ ખરાબીને કારણે નિર્ણય લેવાયો.
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં જ અમદાવાદથી લંડન જતી ઍર ઈન્ડિયાની ફ્લાઇટ સાથે જે કરણાંતિકા બની હતી. હવે ફરી એકવાર ઍર ઈન્ડિયા (Air India)ની અન્ય ફ્લાઇટમાં ટેકનિકલ ખામી થઈ હતી. આ ફ્લાઇટ સૅન ફ્રાન્સિસ્કોથી મુંબઈ આવી રહી હતી. પરંતુ વચ્ચે જ ટેકનિકલ ક્ષતિ નિર્માણ થતાં જ તેને કોલકાતામાં ઇમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તમામ પેસેન્જર્સને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવાયા છે. આ ઘટના મંગળવારે આજે સવારે જાણવા મળી છે. પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI180 રાત્રે 12:45 વાગ્યે કોલકાતા ઍરપોર્ટ પર ઇમરજન્સીના ધોરણે લેન્ડ કરવામાં આવી હતી.
કહેવાઈ રહ્યું છે કે ફ્લાઇટના એન્જિનમાં ખામીને ઉદ્ભવી હતી. જેથી ઉડાનમાં વિલંબ થયો હતો. આજે સવારે 05:20 વાગ્યે આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. કોલકાતામાં ફ્લાઇટમાંથી તમામ મુસાફરોને ઉતરાઈ દેવામાં આવ્યાં હતા. ફ્લાઇટના (Air India) કેપ્ટને તમામ પસેન્જર્સને જાણ કરી હતી કે તે તમામની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બધાંએ અહીં ઉતરી જવું પડશે.
ADVERTISEMENT
ગઇકાલે જ બે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યાં હતા
હજી તો સોમવારની જ વાત કરવામાં આવે તો હોંગકોંગથી દિલ્હી જતી એક ફ્લાઇટ અને દિલ્હીથી રાંચી જતી ઍર ઇન્ડિયા (Air India)ની બે ફ્લાઇટ્સને પાછી વાળવામાં આવી હતી. એની વાત કરીએ તો ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 હોંગકોંગથી દિલ્હી આવી રહી હતી ત્યારે તેમાં ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું. તે ઉપરાંત દિલ્હીથી રાંચી જઇ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયા બાદ તરત જ ટેકનિકલ ખામીને કારણે દિલ્હી તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. બોઇંગ 737 મેક્સ 8 ફ્લાઇટ સાંજે 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા ઍરપોર્ટ પર લેન્ડ થવાની હતી.
રવિવારે બે બોઇંગ ડ્રીમલાઇનર, જે ભારત તરફ જઈ રહ્યા હતા તેઓને અધવચ્ચેથી જ પરત કરવામાં આવ્યા હતા. એક ફ્લાઇટ લંડનથી ચેન્નાઈ અને બીજી ફ્રેન્કફર્ટથી હૈદરાબાદની હતી. બંને સોમવારે લેન્ડ થવાની હતી.
હજી તો અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટથી લંડન જઇ રહેલ ઍર ઇન્ડિયા (Air India)ની ફ્લાઇટ AI-171 સાથે જે દુર્ઘટના બની અને અનેક લોકો તેમાં હોમાયા તેના ઘાવ તાજા છે તેની ઉપર હવે આ ફરી ટેકનિકલ ક્ષતિની ઘટના બનતાં લોકોમાં ભયનો માહોલ છે. અમદાવાદમાં ટેકઓફ બાદ થોડાક જ સેકન્ડમાં વિમાન એક મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈને બ્લાસ્ટ થયું હતું. વિમાનમાં 230 મુસાફરો, 242 ક્રૂ મેમ્બર્સ અને 10 કેબિન ક્રૂ મેમ્બર્સ સવાર હતા. બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ સિવાયના તમામ લોકો બળીને ખાખ થઈ ગયા હતા.

