Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નમાં શું ખાવું અને શું નહીં એ નક્કી કરવા માટે AI ટૂલ આવી ગયું છે

લગ્નમાં શું ખાવું અને શું નહીં એ નક્કી કરવા માટે AI ટૂલ આવી ગયું છે

Published : 08 February, 2026 01:21 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સમસ્યાના સમાધાન માટે BuffetGPT નામનું એક AI ટૂલ બનાવ્યું છે. એ આખા બુફે મૅનુને સ્કૅન કરીને તમારા માટે પર્સનલ ખાવાની આઇટમોનો પ્લાન તૈયાર કરે છે

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


આજકાલ લગ્નોના બુફેમાં જાતજાતનાં ક્વિઝીન અને વાનગીઓની ભરમાર જોઈને મહેમાનો કન્ફ્યુઝ થઈ જાય છે કે શું ખાવું અને શું નહીં. ઘણી વાર અમુક ચીજો થાળીમાં લઈ લીધા પછી વિચાર આવે છે કે કાશ પેલું ટ્રાય કર્યું હોત તો સારું થાત. આ સમસ્યાનું સમાધાન કરવા માટે બૅન્ગલોરના પંકજ નામના એક ટેક-એક્સપર્ટે દાવો કર્યો છે કે તેણે એક AI ટૂલ બનાવ્યું છે જે ભારતીય લગ્નોમાં બુફેમાં લોકોની ખાવાની મૂંઝવણને દૂર કરશે. આ સૉફ્ટવેઅર પ્રોફેશનલ છે. તેનું કહેવું છે કે બિગ બુફે મેનુ એક છળ છે કેમ કે એમાં જાતજાતની વાનગીઓ જોઈને લોકો એ ઉઠાવી તો લે છે, પણ બધું જ ચાખ્યાનો સંતોષ નથી મળતો. આ સમસ્યાના સમાધાન માટે BuffetGPT નામનું એક AI ટૂલ બનાવ્યું છે. એ આખા બુફે મૅનુને સ્કૅન કરીને તમારા માટે પર્સનલ ખાવાની આઇટમોનો પ્લાન તૈયાર કરે છે. શું પહેલા ખાવું અને શું પછી અને કઈ રીતે બેસ્ટ ઑપ્શન પસંદ કરવો એ પણ આ ટૂલ જ નક્કી કરી આપશે. પંકજના આ નવા આઇડિયાને સોશ્યલ મીડિયા પર લોકો બહુ પસંદ કરી રહ્યા છે. આ ટૂલ મજેદાર તો છે જ અને ક્રીએટિવ પણ. જોકે તેને એક મહત્ત્વનું સૂચન મળ્યું છે કે એ ટૂલમાં જે-તે કેટરરના રિવ્યુ જોવાનું ફીચર પણ હોવું જોઈએ. વાનગી ઉપરાંત કેટરરનો રિવ્યુ પણ ધ્યાનમાં લેવાય તો વધુ સારું રિઝલ્ટ મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 01:21 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK