પોતાની હેલ્થ સારી હોવાનું જણાવવા માટે જ આદિત્ય-L1એ ધરતીવાસીઓને પૃથ્વી અને ચન્દ્રની ઇમેજિસ ક્લિક કરીને મોકલી
આદિત્ય-L1એ ધરતીવાસીઓને પૃથ્વી અને ચન્દ્રની ઇમેજિસ ક્લિક કરીને મોકલી
ભારતના મહાત્ત્વાકાંક્ષી સ્પેસ ક્રાફ્ટ મિશન આદિત્ય-L1એ પૃથ્વીથી ૧૫ લાખ કિલોમીટરના અંતરે આવેલા લેરેન્જ પૉઇન્ટ તરફની એની જર્ની દરમ્યાન ક્લિક કરવામાં આવેલી પૃથ્વી અને ચન્દ્રની ઇમેજિસ ગઈ કાલે મોકલી હતી. ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન) દ્વારા આ ઇમેજિસને એક્સ પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવી હતી.
આદિત્ય-L1એ એની હેલ્થ સારી છે એ જણાવવા માટે જ ધરતી પર રહેતા લોકોને પોતાનો સેલ્ફી મોકલ્યો છે. જે સૂચવે છે કે એના તમામ કૅમેરા બરાબર કામ કરે છે. આદિત્ય-L1 ૧૮ સપ્ટેમ્બર સુધી ધરતીની ચારે બાજુ ઑર્બિટ બદલશે. હવે પછી ૧૦ સપ્ટેમ્બરની રાતે ઑર્બિટ બદલવામાં આવશે. એક વખત આદિત્ય-L1 L1 પૉઇન્ટ સુધી પહોંચશે એટલે એ દરરોજ ૧૪૪૦ ઇમેજ મોકલશે, જેથી સૂર્યનો વ્યાપક સ્ટડી કરી શકાય. L1 સુધી પહોંચાય એટલે એના તમામ પેલોડ્સ ઑન કરવામાં આવશે. એટલે કે એમાં જેટલાં પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ ઍક્ટિવ થઈને સૂર્યનો સ્ટડી કરવાનું શરૂ કરી દેશે. જોકે આ જર્નીમાં વચ્ચે-વચ્ચે એની સેફ્ટીની તપાસ માટે એને ઍક્ટિવ કરી શકાય છે.

