ચેન્નાઈના સેન્ટ થોમસ માઉન્ટ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનની સામે સ્ટોકર (આશિક)એ 20 વર્ષીય સત્યપ્રિયા ધક્કો માર્યો હતો અને તેનું મોત થયું હતું.
પ્રતીકાત્મક તસવીર
ચેન્નાઈના સેન્ટ થોમસ માઉન્ટ રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનની સામે સ્ટોકર (આશિક)એ 20 વર્ષીય સત્યપ્રિયા ધક્કો માર્યો હતો અને તેનું મોત થયું હતું. પુત્રીના મૃત્યુના સમાચાર સાંભળીને હૃદયરોગના હુમલાથી મૃતક યુવતીના પિતા પણ મૃત્યુ પામ્યા હતા. મણિકમ (56)નું ગુરુવારે મોડી રાત્રે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની પુત્રીના મૃત્યુ વિશે જાણીને તેમને આઘાત લાગ્યો હતો, ત્યારબાદ તે જમીન પર પડી ગયા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
ADVERTISEMENT
આ દરમિયાન શુક્રવારે સવારે પોલીસે 23 વર્ષીય આરોપી સતીશ(આશિક) ની ધરપકડ કરવામાં આવી હતી, જેણે ગુરુવારે સત્યપ્રિયાને ચાલતી ટ્રેનની સામે ધક્કો માર્યો હતો. જઘન્ય ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને તેને પકડવાનો પ્રયાસ કરવા છતાં તે ભાગવામાં સફળ રહ્યો હતો.
પીડિતાની માતા ચેન્નાઈના અદામબક્કમ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ છે. સત્યપ્રિયા ચેન્નાઈની જૈન કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તે ક્લાસમાં જઈ રહી હતી, ત્યારે અચાનક સતીશ સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ સતીશે તેને ચાલતી ટ્રેનની સામે ધક્કો માર્યો હતો.
સેન્ટ થોમસ માઉન્ટ પોલીસ સ્ટેશનની પોલીસે મીડિયાને જણાવ્યું હતું કે સતીશ એક નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પુત્ર હતો અને છેલ્લા કેટલાક સમયથી સત્યપ્રિયાનો પીછો કરતો હતો. ગયા અઠવાડિયે યુવતીએ તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલો
ચેન્નાઈમાં ગુરુવારે એક 20 વર્ષની છોકરીને ચાલતી ટ્રેનની સામે ધક્કો મારનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. કથિત રીતે ટ્રેનની આગળ ધક્કો મારવામાં આવતાં યુવતીનું મોત થયું હતું. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે યુવતીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ ગુરુવારે રાત્રે તેના પિતાનું પણ મૃત્યુ થયું હતું. શંકાસ્પદને શોધવા માટે રચવામાં આવેલી વિશેષ ટીમે ગુરુવારે મોડી રાત્રે થોરાઇપક્કમ નજીકથી તેની ધરપકડ કરી હતી.


