Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બ્રહ્મપુત્ર નદીની નીચે ટનલ બનશે જેમાં ટ્રેન અને રોડ પરનાં વાહનો ચાલી શકશે

બ્રહ્મપુત્ર નદીની નીચે ટનલ બનશે જેમાં ટ્રેન અને રોડ પરનાં વાહનો ચાલી શકશે

Published : 15 February, 2026 10:00 AM | IST | Assam
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૮,૬૬૨ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ: શનિવારે કૅબિનેટની બેઠકમાં આસામમાં રોડ-કમ-રેલ ટનલ સહિત ફોર લેન ઍક્સેસ કન્ટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ કૉરિડોરને મળી મંજૂરી, ભારતમાં આવી સુરંગ પહેલી વાર બન

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈ કાલે કૅબિનેટની મીટિંગમાં આસામમાં બ્રહ્મપુત્ર નદીની નીચે દેશની પહેલી રોડ-કમ-રેલ ટનલ અને ફોર લેન ઍક્સેસ-કન્ટ્રોલ્ડ ગ્રીનફીલ્ડ કૉરિડોરને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ૧૮,૬૬૨ કરોડ રૂપિયા થશે. આ ભારતનો પહેલો અને દુનિયાનો બીજો અન્ડરવૉટર રોડ-કમ-રેલ ટનલ પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટમાં એક જ સુરંગમાં રોડ અને રેલવે બન્ને લાઇનો હોવાથી ટ્રેન અને ગાડીઓ એકસાથે ચાલી શકશે. એને એન્જિનિયરિંગ પ્રોક્યૉરમેન્ટ કન્સ્ટ્રક્શન મૉડલ પર તૈયાર કરવામાં આવશે. 

આ પ્રોજેક્ટ અંતર્ગત નૅશનલ હાઇવે-૧૫ના ગોહપુરથી નૅશનલ હાઇવે-૭૧૫ના નુમાલીગઢની વચ્ચે ૧૫.૭૯ કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે. હાલમાં નુમાલીગઢ અને ગોહપુર વચ્ચેનું અંતર ૨૪૦ કિલોમીટર છે જે પાર કરવા માટે ૬ કલાકનો સમય લાગે છે. આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા પછી આ અંતર જસ્ટ ૨૦ મિનિટમાં પાર થઈ શકશે. 



આ પ્રોજેક્ટથી થનારા ફાયદા 


આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ અને અન્ય પૂર્વોત્તર રાજ્યો સાથે વધુ સારી કનેક્ટિવિટી થશે. 
૧૧ આર્થિક, ૩ સામાજિક, બે પર્યટન-સ્થળો અને ૮ લૉજિસ્ટિક પૉઇન્ટ્સ સાથે સંપર્ક ઝડપી બનશે. 
૪ મુખ્ય રેલવે-સ્ટેશન, બે ઍરપોર્ટ અને બે જળમાર્ગો સાથે પણ કનેક્શન વધશે. 
પ્રોજેક્ટમાં ૮૦ લાખ લોકોને રોજગાર મળશે. 

દુનિયામાં બીજે ક્યાં છે આવી ટનલ?


હાલમાં આવી ટનલ ઇંગ્લિશ ચૅનલની નીચે બનેલી છે જે બ્રિટન અને ફ્રાન્સને જોડે છે. આ ટનલ ૧૯૯૪માં સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવી હતી. એની લંબાઈ ૫૦.૪૫ કિલોમીટર છે. એમાંથી ૩૭.૯ કિલોમીટર હિસ્સો સમુદ્રની નીચે છે. આ દુનિયાની સૌથી લાંબી અન્ડર-સી ટનલમાંની એક છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 10:00 AM IST | Assam | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK