આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ સૅમ્પલ્સની તપાસ લગભગ ૯૯ ટકા જેટલી એક્યુરસી સાથે થઈ ચૂકી છે.
પ્રતીકાત્મક તસવીર
ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આસામના દિબ્રુગઢમાં આવેલા રીજનલ સેન્ટરના નિષ્ણતોએ એક કૉસ્ટ-ઇફેક્ટિવ ટીબી ટેસ્ટિંગ ડિવાઇસ તૈયાર કર્યું છે. એનું નામ છે CRISPR. આ એક કેસ બેઝ્ડ ટીબી ડિટેક્શન સિસ્ટમ છે. સામાન્ય રીતે ટીબીના નિદાન માટે થૂંકના કલ્ચર રિપોર્ટ અને માઇક્રોસ્કોપી માટે લગભગ ૪૦થી ૪૫ દિવસનો સમય લાગે છે, પરંતુ નવા શોધાયેલા ડિવાઇસ CRISPR દ્વારા માત્ર અઢી કલાકમાં ટીબીનું નિદાન શક્ય છે. આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ સૅમ્પલ્સની તપાસ લગભગ ૯૯ ટકા જેટલી એક્યુરસી સાથે થઈ ચૂકી છે. આ ડિવાઇસ અને સિસ્ટમ વધુ ને વધુ ડાયગ્નોસ્ટિક સંસ્થાઓ સુધી પહોંચાડી શકાય એ માટે માસ-મૅન્યુફૅક્ચરિંગ કઈ રીતે કરવું એની તૈયારીઓ ચાલી રહી છે. ICMRનું માનવું છે કે જો આવી સસ્તી અને સચોટ નિદાન-સિસ્ટમ બધે પહોંચાડી શકાય તો ભારતમાંથી ટીબી-નાબૂદીના મિશનને ચોક્કસ વેગ મળી શકે છે.

